જામનગરના ફરાર આરોપીને કોર્ટમાં હાજર થવા જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગરના આરોપી અસગર હુસેનભાઈ કમોરાએ ભારતીય દંડ સંહિતાની કલમ-307, 324, 504, 114 તથા જી.પી.એકટની કલમ 135 (1) હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે. તે ઉપરથી કાઢવામાં આવેલા ધરપકડ વોરંટ પર એવો શેરો થઈ આવેલ છે કે સદરહુ આરોપી મળી આવતા નથી. તેઓ ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે. આથી ઉપરોક્ત આરોપીએ તે ફરિયાદનો જવાબ આપવા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેસન્સ જજ જામનગરની કોર્ટ સમક્ષ તા.15/07/2024 ના રોજ સવારે 11:00 કલાકે હાજર થવા જાહેરનામામાં જણાવવામાં આવેલ છે.


Advt.

 

 

Related posts

Leave a Comment