પ્લાસ્ટ ઓફ પેરિસ તથા કેમિકલયુકત રંગોથી મૂર્તિઓ બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદ જિલ્લામાં આગામી તા. ૦૭/૦૯/૨૦૨૪ થી તા. ૧૭/૦૯/૨૦૨૪  સુધી  ગણેશ મહોત્સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને સ્થાપના બાદ તમામ મૂર્તિઓને પ્રચલિત રીત-રિવાજ મુજબ નદીતળાવમાં વિસર્જન કરવામં આવે છે. સામાન્ય રીતે આવી મૂર્તિઓ પ્લાસ્ટ ઓર ઓફ પેરિસમાંથી બનાવવામાં આવે છે. જેમાં કેમિકલયુકત રંગોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેથી આવી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરવાથી પર્યાવરણને નુકશાન પહોંચાડી શકે  છે.

        પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી.) તથા કેમિકલયુકત રંગોથી બનતી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરતા ઉદ્દભવતી પર્યાવરણીય સમસ્યાઓને મૂર્તિના ઉત્પાદનની પ્રક્રિયાના તબકકે જ અટકાવવી જરૂરી હોઇ તેમજ મૂર્તિઓનું વિસર્જન કરવા સંબંધી પર્યાવરણ તથા પાણીજન્ય જીવોને કોઇ નુકશાન ન થાય તે માટે પી.ઓ.પી. તથા કેમિકલયુકત રંગોથી બનાવેલી મૂર્તિઓ પાણીમાં વિસર્જિત ન કરવા માટે તેમજ મૂર્તિના ઉત્પાદકો મૂર્તિ બનાવવાની પ્રક્રિયા શરૂ કરે ત્યારથી જ તેઓને પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી.)નો ઉપયોગ અટકાવી શકાય તે હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર એસ દેસાઈએ  સત્તાની રૂઇએ સમગ્ર આણંદ જિલ્લાના મહેસુલી વિસ્તારમાં મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુઓનોધાર્મિક રીતે પ્રણાલિકાગત ચીકણી માટીનો ઉપયોગ કરવાભઠ્ઠીમાં શેકેલી ચીકણી માટી કે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ન કરવામૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઇથી આોગળી શકે તેવા બિનઝેરી કુદરતી રંગોનો જ ઉપયોગ કરવોજયારે ઝેરી કે ઉતરતી કક્ષાના રસાયણ કે કેમિકલયુકત રંગોથી મૂર્તિને કલર ન કરવામૂર્તિઓની બનાવટમાં ઘાસલાકડાબાંબુને બાંધ નડશે નહીંમૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવે છે તે જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવા પરમૂર્તિકારો મૂર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડી જવીમૂર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઇ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવાખરીદવા તથા વેચાણ કરવું જેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે.

        આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (સને ૧૮૬૦નો અધિનિયમ-૪૫)ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.


Advt.

Related posts

Leave a Comment