હિન્દ ન્યુઝ,આણંદ
પેટલાદ તાલુકાના સિલવઈ ગામ ખાતે કોલેરાનો ૧ પોઝિટિવ કેસ માલુમ પડતા, જેને ધ્યાને લઈને કોલેરાનો ઉપદ્રવ ન વધે તે હેતુથી અને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ સાવચેતીના પગલા રૂપે આણંદ જિલ્લા કલેકટરશ્રી દ્વારા સને ૧૮૯૭ ના વાવડ રોગ અધિનિયમની કલમ – ૨ – બ વંચાણે લઈ કલમ-૨ થી તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પેટલાદ તાલુકાના સિલવઈ ગામ અને તેની આજુબાજુના બે કિલોમીટર વિસ્તારના ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે.
આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે પેટલાદ તાલુકાના સિલવઇ ગામ અને તેની આજુબાજુના બે કિલોમીટર વિસ્તારના ગામોમાં જરૂરી પગલાં લેવા સારૂં પેટલાદ ગ્રામ્ય મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે પણ જાહેર કરવામાં આવે છે.
Advt.