મતદાન જાગૃતિના અભિયાનમાં ડભાસી ખાતે આવેલી કિસ્મત કાઠીયાવાડી હોટેલ સહયોગ આપશે

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે અનેકવિધ પ્રયાસ હાથ ધરાયા છે.

મતદાર જાગૃતિના જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસોથી પ્રેરાઈને હવે પેટલાદ તાલુકાના ડભાસી ગામે આવેલી કિસ્મત કાઠીયાવાડી હોટેલ (વાસદવાળા) પણ મતદાન જાગૃતિના કાર્યમાં સહભાગી બન્યા છે. આગામી ૭ મે, મંગળવારના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી લોકોને પ્રોત્સાહિત કરવા માટે કિસ્મત કાઠીયાવાડી હોટેલ એ મતદાનના દિવસે એટલે કે તા. ૦૭/૦૫/૨૦૨૪, મંગળવારના રોજ મતદાન કરીને હોટેલ પર ભોજન માટે આવનાર મતદારોની આંગળી ઉપર અવિલોપ્ય શાહીની ચકાસણી કરીને ભોજન બીલની રકમ ઉપર ૧૦ ટકાનું ડીસ્કાઉન્ટ આપવાનું જાહેર કર્યું છે.

પેટલાદ મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી પી. આર. જાનીના પ્રયાસોથી પેટલાદ શહેરી વિસ્તારમાં ચા કે શેરડીના રસનો વ્યવસાય કરતાં નાના વ્યવસાયિકો થી લઈને હોટલ – રેસ્ટોરન્ટ કે જવેલર્સનો વ્યવસાય કરતાં મોટા વ્યવસાયકારો – વેપારી મંડળોએ પોતાની નૈતિક ફરજ સમજીને મતદાન જાગૃતિના પ્રયાસોને સમર્થન આપ્યું છે. ત્યારે લોકશાહીના જતન અર્થે મતદાન જાગૃતિ માટે કટિબધ્ધતા દર્શાવીને “કરો મતદાન, મેળવો ડિસ્કાઉન્ટ” પહેલમાં કિસ્મત કાઠીયાવાડી હોટેલ સહભાગી બની છે.

Related posts

Leave a Comment