હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર તાલુકાના કવાંટ તાલુકામાં સિંહદા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા રથ પર સ્વસ્તિક બનાવી અને શ્રીફળ વધેરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગ્રામજનો વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે અને કોઈ પણ વ્યક્તિ સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત ખેતીવાડી વિભાગ દ્વારા PM KISAN, નેનો યુરિયા, ડ્રોનના ઉપયોગ સંબધી માહિતી આપવામાં આવી હતી. પશુપાલન વિભાગ દ્વારા વાછરડી ઉછેર સહાય, KCC વિશે જાણ કરવામાં આવી હતી.આ ઉપરાંત મહિલા બાળ વિકાસ , જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા પણ ઉપયોગ લક્ષી માહિતી આપવામાં આવી.
આ કાર્યક્રમમાં મિશન મંગલમ દ્વારા લાભાર્થીઓને ચેક વિતરણ કરાયુ હતું. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડની કામગીરી કરવામાં આવી, TB સ્કીનિંગ, હેલ્થ ચેકઅપનો લાભ પણ સ્થળ પર જ આપવામાં આવ્યો. સ્થળ પર જ સરકારી યોજનાઓનો લાભ મળ્યો હોવાથી તેમજ જરૂરી માર્ગદર્શન મળવાથી ગ્રામજનોમાં આનંદ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, સરપંચ, ઉપસરપંચ તથા ગ્રામપંચાયતનાં સદસ્યો હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ યોજનાની માહિતી આપવા અને વિવિધ લાભોના વિતરણ માટે અનેક સરકારી વિભાગોના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પણ સંકલ્પ યાત્રામાં હાજરી આપી હતી.