હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર તાલુકાના ચિલરવાંટ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થતા ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકાર અને રાજય સરકારના વિવિધ વિભાગોની યોજનાના લાભ ઘરે ઘરે મળે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનોને ( ટેક હોમ રેશન ) પોષણયુકત આહાર કીટનું વિતરણ કરાયું હતું. લાભાર્થીઓએ “મેરી કહાની મેરી જુબાની” થીમ હેઠળ પોતાની સફળતાની યશગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. ચિલરવાંટ ગામના લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ગામના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
ચિલરવાંટમાં સરકારની ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી પાક રક્ષણ માટે ખેડૂતમિત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપવમાં આવ્યું હતું. ગ્રામજનોએ ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથા તથા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટેના ભાવિ આયોજન અને યોજનાઓ અંગે આધુનિક રથના માધ્યમથી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ગ્રામ્યજનોએ ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવા સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી સહીત અન્ય અધિકારીઓ, ગામના સરપંચ, લાભાર્થીઓ અને ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારી યોજનાઓનો સીધો લાભ મેળવ્યો હતો. સરકારી વિભાગો દ્વારા ઘર આંગણે મળેલ લાભથી ગ્રામ્યજનોમાં આનંદ છવાયો હતો.