હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
રાજ્ય કક્ષાનાં વર્ષ ૨૦૨૩ નાં વર્ષ માટે કર્મચારી / સ્વરોજગાર કરતી વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફિસરની કેટેગરીમાં દિવ્યાંગ પારિતોષિત મેળવવા માટે નિયામક રોજગાર અને તાલીમની કચેરી, ગાંધીનગર દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે જેના ફોર્મ ઓનલાઈન www.talimrojgar.gujarat.gov.in પરથી મેળવી શકાશે તથા જીલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર ખાતેથી વિના મૂલ્યે તા. 29/11/2023 સુધીમાં મળી શકશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું 40% કે તેથી વધુ દિવ્યાંગતા અંગેનું દાક્તરી પ્રમાણપત્ર, પોલીસ વેરિફિકેશન અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઈઝના ફોટા સહિત સંબંધિત જરૂરી દસ્તાવેજોની ત્રણ નકલો બિડાણ સહિત જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, બીજા માળે, છોટાઉદેપુર ખાતે તા. 30/11/2023 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલાવી શકાશે.
અધૂરી વિગત વાળી / નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી. વધુ માહિતી માટે જરૂર જણાય તો જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુરનો સંપર્ક કરવા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.