ગીર-સોમનાથ જિલ્લા બાગાયતદારો જાણવા જોગ

ગીર-સોમનાથ

     બાગાયતખાતું, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા “બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડ અટકાવવા માળખાકીય સુવિધા ઉભી કરવા બાબત” હેઠળ (૧) ખેતર પરનાં ગ્રેડીંગ, શોર્ટીંગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય (૨) બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય ઘટક તેમજ ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ હેઠળ (૧) કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાના કાર્યક્રમ ઘટક માટે માટે વર્ષ : ૨૦૨૩ – ૨૪ માટે આઇ – ખેડુત પોર્ટલ તા. ૦૩/૧૦/૨૦૨૩ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. તો લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સમયમર્યાદામાં સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરી તેની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો જેવાકે, તાજેતરના ૭ / ૧૨ અને ૮-અ ના ઉતારાની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડ ની નકલ, વાવેતર અંગેનો તલાટીનો દાખલો, ક્વોટેશન ( સ્ટ્રકચર તથા સાધનો/મશીનરી ) તથા પ્રોજેકટ રીપોર્ટ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, નગર પાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં. ૦૨૮૭૬-૨૪૦૩૩૦, વેરાવળ ખાતે બીનચુક જમા કરાવવા એક યાદીમાં જણાવાયું છે.    

Related posts

Leave a Comment