હિન્દ ન્યુઝ, થરાદ
થરાદ ખાતે આવેલ વીડી ડાંગેશ્વર મહાદેવ ના 600 વર્ષ પૌરાણિક મહાદેવના મંદિરે આજે શ્રાવણ મહિનાની છેલ્લી ચૌદસ હોવાથી મહાદેવના મંદિરે વહેલી સવારથી રુદ્ર અભિષેક અને હવન કરવામાં આવ્યો
શ્રાવણ માસમાં જ્યારે બધા શિવાલયમાં ભક્તોને ભારે ભીડ જોવા મળે છે ત્યારે આજે થરાદ શહેરમાં આવેલા 600 વર્ષ થી વધારે પૌરાણિક ડાંગેશ્વર મહાદેવના મંદિરે ભક્તો દ્વારા વહેલી સવારે આખો શ્રાવણ મહિનો રુદ્રાભિષેક કરવામાં આવે છે અને શ્રાવણ માસની આ છેલ્લી ચૌદસ હોય આજે વહેલી સવારથી શિવ ભક્તો દ્વારા રુદ્ર અભિષેક અને શિવ સહસ્ત્ર નામની 1008 આપવામાં આવ્યા અને શિવ ભગત જવાનસિંહ રાણાજી રાજપૂત દ્વારા આજે ચૌદસના દિવસે મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો. શ્રાવણ માસ દરમિયાન રોજ સવારે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી શિવભક્તો દ્વારા અને શાસ્ત્રી પ્રદીપ કુમાર બી. ત્રિવેદી નારોલી વાળા તથા પૂજારીશ્રી રમેશપુરી ગૌસ્વામી દ્વારા રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે. જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપુત, મહાદેવજી રાજપુત, રાણાજી રાજપુત, ઇશ્વરભાઇ રાજપુત, વર્ધાભાઈ રાજપુત, પ્રકાશસિંહ રાજપુત, દિનેશભાઈ દરજી, જવાનસિંહ આર રાજપુત, નરેશભાઈ રાજપુત, જૈમીનભાઇ પ્રજાપતિ, હિતેન્દ્રસિંહ સોઢા, વિજયભાઈ બારોટ, ખુશાલભાઈ, પ્રતિક પ્રજાપતિ, વિક્રમ દેસાઈ, સંજયભાઇ પુરોહિત વગેરે શિવ ભક્તો દ્વારા પુરાણોક્ત રુદ્રાભિષેક મંત્રો દ્વારા તથા રુદ્ર સૂક્ત મંત્ર દ્વારા તથા પુરુષ સૂક્ત મંત્ર દ્વારા તથા શાંતિ પાઠ મંત્ર દ્વારા ભગવાન ભોળાનાથને જલધારા, દૂધ, ચંદન થી અને પંચામૃત દ્વારા ભગવાનને જગતના કલ્યાણ અર્થે અને વિશ્વ શાંતિ અર્થે ભગવાન ભોળાનાથને રુદ્ર અભિષેક કરવામાં આવ્યું તેમજ સવારે 6:00 વાગે ભગવાન ભોળાનાથની મહા આરતી કરવામાં આવી.
રિપોર્ટર : જવાનસિંહ રાજપુત, થરાદ