હિન્દ ન્યુઝ, રાજકોટ
વોર્ડ નં.૪માં વિવિધ વિકાસ કાર્યો જેવા કે ભગવતીપરા હાયર સેકન્ડરી સ્કૂલ, ૧૨ મીટર અને ૨૪ મીટર હાઈ લેવલ બ્રિજ અને મોરબી રોડ પર આરોગ્ય કેન્દ્રની કામગીરી નિહાળી: ઝડપી કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સુચના
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખ સુવિધાઓમાં ક્રમશઃ વધારો કરતા રહેવા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવી રહ્યા છે. ચાલુ પ્રોજેક્ટોની કામગીરી ઝડપી અને લોકોને વહેલીતકે પ્રાપ્ત થાય તેવા આશય સાથે મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે તા. ૦૧-૦૭-૨૦૨૩ના રોજ વોર્ડ નં.૪માં પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસ કાર્યો જેવા કે ભગવતીપરા હાયર સેકન્ડરી સ્કૂલ, ૧૨ મીટર અને ૨૪ મીટર હાઈ લેવલ બ્રિજ અને મોરબી રોડ પર આરોગ્ય કેન્દ્રની ચાલતી કામગીરી નિહાળવા સાઈટ વિઝિટ કરી હતી. આ દરમ્યાન આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને મ્યુનિ. કમિશનરશ્રીએ સુચના આપી હતી.
વોર્ડ નં.૪માં ભગવતીપરા હાયર સેકન્ડરી સ્કૂલ બીલ્ડીંગ અંદાજે રૂ. ૧૯૦૦ લાખના ખર્ચે ૨૯૦૦૦ચો.મી.નાં પ્લૉટ એરિયામાં રમત ગમતના મેદાન સાથે ૩૧૬૦ ચો.મી. બિલ્ડિંગ એરિયામાં કુલ ૨૫૨૦ ચો.મી.નાં બાંધકામમાં ૫૦ રૂમ તથા કેન્ટીન, બેડમિન્ટન કોર્ટ, વગેરેનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારનાં આશરે ૨૦૦૦ વિધાર્થીઑને ઉચ્ચ શિક્ષણનો લાભ મળશે. આ બિલ્ડિંગમાં ક્લાસરૂમ – ૨૯, લાઈબ્રેરી – ૧, ઈ લાઇબ્રેરી – ૧, લેબ – ૧, કોમ્પ્યુટર લેબ – ૧, ટોઇલેટ – ૪, મિટિંગ રૂમ – ૧, વોટર રૂમ – ૪, સ્ટાફ રૂમ – ૨, એક્ટિવિટી રૂમ – ૨, ચિલ્ડ્રન ટોય રૂમ – ૧, કાઉન્સિલિંગ રૂમ – ૧, એડ્મિનિસ્ટ્રેશન રૂમ – ૧, પ્રિન્સિપલ ઓફિસ – ૧, કેશ અકાઉન્ટ્ – ૧, કેન્ટીન રૂમ + કિચન – ૧, બેડમિંટન કોર્ટ + ટેબલ ટેનિસ – ૧, વૉલીબોલ કોર્ટ – ૧, કબડ્ડી ગ્રાઉંડ – ૧, એથ્લેટિક ટ્રેક – ૧ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
વોર્ડ નં.૪માં વેલનાથ પરામાં ૨૪ મી. ટીપી રોડ પર ૬૦ રનીંગ મીટરમાં અંદાજે રૂ. ૩.૯૫ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયે રાજલક્ષ્મી, આર.ડી.રેસીડેન્સી, શોહમનગર, ઓમ પાર્ક, રાધિકા, ભગવતીપરા અને વેલનાથપરા વિસ્તાર / સોસાયટીના અંદાજીત ૨૦૦૦૦ નાગરિકોને લાભ મળશે.
ઉપરાંત વોર્ડ નં.૪માં રાજલક્ષ્મી સોસાયટીમાં આવેલ વોંકળામાં ટીપી ૩૧માં ૧૨ મી. રોડ પર લંબાઈ ૬૦ મી. અને પહોળાઈ ૧૨ મી.ના અંદાજે રૂ. ૨.૧૧ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયે રાજલક્ષ્મી સોસાયટી, ઓમ પાર્ક, ભગવતીપરા વિસ્તાર, અયોધ્યા પાર્ક, વેલનાથપરા, રાધિકા પાર્ક, આર. ડી. રેસીડેન્સી, શોહમનગર, સિધ્ધી વિનાયક વિગેરે વિસ્તારના આશરે ૨૫૦૦ મકાનના ૧૦૦૦૦ લાભાર્થીઓને લાભ થશે.
વોર્ડ નં.૪માં મોરબી રોડ જકાતનાકા પાસે આવેલ જુના આરોગ્ય કેન્દ્રને ડીસ્મેંટલ કરી સાહેબ પાર્કની પાસે આવેલ એફ. પી.-૧૦૧માં અંદાજે રૂ. ૧.૧૩ કરોડના ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ આરોગ્ય કેન્દ્ર અદ્યતન સુવિધાસજ્જ બનાવવામાં આવશે.
આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર આનંદ પટેલ સાથે નાયબ મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા, સિટી એન્જી. અઢીયા, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, ડી.ઈ.ઈ. ગોહિલ હાજર રહ્યા હતા.