પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ

હિન્દ ન્યુઝ, પંચમહાલ

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યઓ તથા જિલ્લા સંકલન સમિતિના સંલગ્ન અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન,ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમાએ ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ,એકશન ટેકન રીપોર્ટ,જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓના નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો- સિધ્ધીઓ, લોકાભીમુખ વહીવટ, નાગરીક અધિકાર પત્રની અરજીઓ, આ ઉપરાંત જિલ્લાના તાકિદના પ્રશ્નો,સરકાર તરફથી વિવિધ કચેરીઓને સોંપાયેલ ૧૦૦ દિવસની કામગીરીની પ્રગતિ વગેરે વિષયો પર જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.

વધુમાં તેમણે જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત અવધિમાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે. જેથી જનહિતને લગતા વીજળી, રસ્તા, પીવાના પાણી, સિંચાઈ, આરોગ્ય તેમજ શિક્ષણ વગેરે પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આ બેઠકમા ધારાસભ્ય જયદ્રહસિંહજી પરમાર અને ફતેહસિંહ ચૌહાણ દ્વારા ગત વિવિધ પ્રશ્નો બાબતે વિવિધ ખાતાઓએ કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી, જેમાં અગાઉના વીજળી, બસ સેવા, બેંક, પેન્શન, આંગણવાડી, જમીનને લગતા પ્રશ્નો બાબતે થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે માનવ કલ્યાણ યોજના, આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત મેન્યુફેક્ચરિંગ કરવા માટેની યોજનાઓ, લેપ્રોસ્કોપી, સોલાર રૂફટોપ, વાહન વ્યવહાર અકસ્માત યોજના વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, ડિસ્ટ્રીક ફોરેસ્ટ ઓફિસર, જિલ્લા આયોજન અધિકારી, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : ફિરદોસ ગુનિયા, ગોધરા

Related posts

Leave a Comment