રાધનપુર લાલબાગ સોસાઈટીના બંધ મકાન માં 15 તોલા સોનું અને 2 કિલો ચાંદીના ઘરેણાં ચોરાયા

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુરમાં ચોરી નો બનાવ, રાધનપુર નાં લાલબાગ વિસ્તારમાં રહેતા દેવીપૂજક પરિવાર મકાન બંધ કરી કચ્છ ગાંધીધામ ખાતે ગયા હતા. જે દરમિયાન બંધ મકાન નાં પાછળ નાં ભાગે થી આવેલા તસ્કરો એ દરવાજા નો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડ રકમ સહિત સોના ચાંદી નાં દાગીના મળી લાખો રૂપિયા ની મતા ચોરી કરી ફરાર થયા હતાં.

રાધનપુરના લાલબાગ વિસ્તારમાં રહેતા કેશાભાઈ રેવાભાઈ રાફૂચા પોતાના પરિવાર સાથ મકાન બંધ કરી ત્રણેક દિવસ પહેલા ગાંધીધામ ખાતે ગયા હતાં. જે દરમિયાન બુધવાર નાં દીવસે તેમના સંબંધી દ્વારા ઘરમાં ચોરી થયા બાબતે જાણ કરવામાં આવતા કેશાભાઇ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને તપાસ કરતા ઘરના દરવાજાનો નકુચો તૂટેલો હતો તેમને ઘરમાં જઈ તપાસ કરતાં ઘરની અંદર તિજોરી માં રાખેલ તમામ સામાન બહાર અસ્તવ્યસ્ત પડયો હતો. તપાસ કરતા તિજોરી માંથી રોકડ રકમ રૂપિયા પાંચ લાખ તેમજ 15 તોલા સોનાં નાં દાગીના બે કિલો ચાંદી સહિત રૂપિયા દસેક લાખ ઉપરાંત ની મતા ચોરાઈ હોવાનું જાણવા મળેલ કેશાભાઈ દ્રારા આ બાબતે રાધનપુર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. ઘરની પાછળ આવેલ તળાવ ની પાળ પરથી તસ્કરો દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment