હિન્દ ન્યુઝ, ભાવનગર
ગુજરાત રાજય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર દ્વારા ચાલુ વર્ષે સાગરખેડુ સાયકલ રેલી : ૨૦૨૨-૨૩નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદાવાળા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક/ યુવતીઓને સાગરખેડુ સાયકલ રેલીમાં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા સાગરખેડુ સાયકલ રેલી ૧૦ (દસ) દિવસ માટેનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના ખર્ચે ૧૦ (દસ) દિવસનો સાગરખેડુ સાયકલ રેલી:૨૦૨૨-૨૩ આગામી ડિસેમ્બર માસમાં ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે. જેમા રાજ્યના પસંદ થયેલ યુવક – યુવતિઓને ભાગ લેવાની તક આપવામાં આવશે. સાગરકાંઠા વિસ્તારની સંસ્કૃતિ વિશે રસ ધરાવતા ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા વિદ્યાર્થીઓ/ બિન વિદ્યાર્થીઓ કે જેઓ સાગરખેડુ સાયકલ રેલીમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેવા યુવક-યુવતીઓએ સાદા કાગળ ઉપર પોતાનું પુરૂંનામ, સરનામું, મોબાઇલ નંબર, જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, વાલીનું સંમતિ પત્રક, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, શારીરિક તંદુરસ્તિ અંગેનું ડૉક્ટરનું પ્રમાણપત્ર, રમત ગમત પ્રવૃતિ,પર્વતારોહણ તેમજ NCC, NSS કે અન્ય પ્રવૃતિઓમાં ભાગ લીધો હોય તો, કચેરીના બ્લોગ એડ્રેસ – dsosportsbvr.blogspot.com પરથી અરજી ફોર્મ મેળવી જેમાં સંપૂર્ણ વિગતો ભરીને જરૂરી આધાર પુરાવા સાથે રાખી જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જી-૨, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે તા:-૧૪-૧૧-૨૦૨૨ સુધીમાં અરજી ફોર્મ પહોચતુ કરવાનુ રહેશે. સમયમર્યાદા બાદ આવેલ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.