ગીર સોમનાથ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથતા,વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી અધિકારીએ તમામ પક્ષોના પ્રતિનિધિઓને આચારસંહિતા, ખર્ચ નિયંત્રણઉમેદવારી પત્રકવિવિધ પરવાનગી અંગે સિંગલ વિન્ડો સિસ્ટમ તેમજ રાજકીય પક્ષોને આપવાની થતી વિગતો વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને ઉમેર્યુ હતું કેજિલ્લા ચૂંટણી તંત્ર ભારતના ચૂંટણી આયોગની સીધી દેખરેખ હેઠળ આ ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થશે. ઉપરાંત રાજકીય પક્ષોની હાજરીમાં જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે ઈવીએમ-વીવીપેટ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું.

           જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ રાજકિય પક્ષોના પ્રતિનિધિઓને પેઈડ ન્યૂઝ, ચૂંટણીના ચોપાનીયા કે ભીંતપત્રો વગેરેના છાપકામ, ઉમેદવારના ચૂંટણી ખર્ચ-બેન્ક એકાઉન્ટઆદર્શ આચાર સંહિતાઉમેદવારી પત્રો ભરતી વખતે રજુ કરવાના સોગંદનામાઉમેદવારી પત્ર સાથે એફીડેવીટ રજુ કરવામાં આવે તે વિશે તેમજ ઉમેદવારીપત્ર ભરવા અંગે અને ચૂંટણીલક્ષી જરૂરી પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

            આ ઉપરાંત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જાણકારી આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન વાહનો, સભા-સરઘસ, રેલી વગેરે માટે પરવાનગી મેળવી શકે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત છે અને ઈવીએમ-વીવીપેટનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઈઝેશન થયા બાદ મશીનોની ફાળવણી જિલ્લાના વિધાનસભા મત વિભાગના ચૂંટણી અધિકારીઓને કરવામાં આવશે. તેમજ ચૂંટણી સંબંધિત ઉમેદવારોના ખર્ચની મર્યાદા અને ખર્ચ પર દેખરેખ અંગેની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.

            વધુમાં ચૂંટણી અધિકારીએ ઉમેદવારોને ખરીદેલી ચીજવસ્તુઓ, વપરાશમાં લીધેલી ચીજવસ્તુઓ, મેળવેલી ચીજવસ્તુઓ વગેરેની ખર્ચના આકારણી કરવા માટેના નક્કી કરેલા દર વિશે તેમજ રાજકીય પક્ષો કે દરેક ઉમેદવારો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી રાજકીય જાહેરખબરોના આગોતરા પ્રમાણિકરણ માટે સમિતિની જાણકારી ઉપરાંત ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયાના ઉપયોગ સંબંધે ચૂંટણી પંચની સૂચનાઓ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓના ધ્યાને મૂકવામાં આવી હતી.

            મિટિંગના અંતે નાયબ ચૂંટણી અધિકારી તુષારભાઈ જાની તેમજ મોડલ કોડ ઓફ કન્ડક્ટ નોડલ અધિકારી વાય.ડી.શ્રીવાસ્તવ, એક્સપેન્ડિચર મોનીટરિંગ નોડલ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલેએ આચારસંહિતાથી લઈ પૂર્વ પરવાનગી અને ચૂંટણીલક્ષી વિવિધ કમિટીને અનુલક્ષી ઉપસ્થિત તમામને અગત્યના સંપર્ક નંબરો તેમજ જુદા-જુદા પ્રતિબંધક આદેશો રાજકીય પક્ષના ધ્યાને મૂકી તેનું ચૂસ્ત રીતે પાલન કરવા અનુરોધ કર્યો હતો.

Related posts

Leave a Comment