સરકારે રોજગારીના ઉપાર્જન માટે ૯.૫૦ લાખની લોન આપીને મારી અને ત્રણ દીકરીના ભવિષ્યની ચિંતા દૂર કરી દીધી – વનુબેન ભારાભાઇ રબારી ભુજ- લાભાર્થી

 હિન્દ ન્યુઝ, ભુજ

        પતિનું વર્ષો પહેલા નિધન થઇ ગયું હોવાથી પાંચ દીકરીની ચિંતા મને કોરી ખાતી હતી. ઘર કામ કરીને મારા પરીવારનું ગુજરાન ચલાવું છું. મારી પાસે રોજગારીનું કોઇ સાધન ન હોવાથી કઇ રીતે આર્થિક ઉપાર્જન કરવું તે પ્રશ્ન હતો. મારી પાસે મૂડી પણ ન હોવાથી કઇ રીતે દીકરીનું ભવિષ્ય બનાવવું તે ચિંતા હતી. પરંતુ ગુજરાત સરકારે રૂ.૯.૫૦ લાખની લોન સહાય આપતા હવે હું અને મારી દીકરીઓ અમારી ભરત-ગુંથણની હસ્તકલાનો ઉપયોગ કરીને અમારો પોતાનો બિઝનેસ શરૂ કરીશું તેવું ભુજના વનુબેન ભારાભાઇ રબારીએ જણાવ્યું હતું.

        ભુજ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં ૫૦ વર્ષના વનુબેને જણાવ્યું હતું કે, પાંચ દીકરી પૈકી બે ના લગ્ન થયા છે, જયારે ત્રણ દીકરી મારી સાથે રહે છે. અમે ઘરકામ કરીને ગુજરાન ચલાવીએ છીએ. અમારા પાસે હસ્તકલાની આવડત હતી પરંતુ તેનો આવક વધારવા ઉપયોગ કરવા માટે આર્થિક રોકાણ કયાંથી કરવું તે પ્રશ્ન હતો. પરંતુ સરકારની પી.એમ.ઇ.જી.પી યોજના ( પ્રાઇમ મિનિસ્ટર એમ્પલોઇમેન્ટ જનરેશન પ્રોગામ) હેઠળ ૯.૫૦ લાખની લોન મળતા અમારા ભવિષ્યની તમામ ચિંતા દૂર થઇ ગઇ છે. હવે હું અને મારી ત્રણ દીકરી અમારો પોતાનો હસ્તકલાનો બિઝનેસ કરીને આવક રળીશું. અમને પગભર કરવા બદલ અને આર્થિક સહાય આપવા માટે હું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કરૂ છું.

Related posts

Leave a Comment