હિન્દ ન્યુઝ, રાજકોટ
મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશ્નર અમિત અરોર, હાઉસીંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા અને બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૩૩૪.૩૩ કરોડના ખર્ચે વિવિધ છ(૬) સ્થળે નિર્માણ પામેલ આવાસ યોજનાઓના ૩૫૨૬ આવાસોનું ઈ-લોકાર્પણ તા.૩૦/૦૯/૨૦૨૨એ માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવનાર છે. આ ઉપરાંત તથા MIG પ્રકારના ૯૨૯ આવાસોનો નંબર ફાળવણી ડ્રો અને બી.એલ.સી. હેઠળના ૮૧૬ લાભાર્થીઓનો આવાસોમાં ગૃહપ્રવેશ પણ થશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૩૩૪.૩૩ કરોડના ખર્ચે વિવિધ છ(૬) સ્થળે નિર્માણ પામેલ આવાસ યોજનાઓમાં ઈસ્ટ ઝોનમાં રૂ.૮૮.૯૭ કરોડના ખર્ચે બનેલા EWS-I કેટેગરીના ૧૫૩૮ આવાસ, વેસ્ટ ઝોનમાં રૂ. ૧૩.૨૪ કરોડના ખર્ચે બનેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે EWS-II કેટેગરીના ૧૪૪ આવાસ, પાળ રોડ પર રૂ.૯૯.૩૬ કરોડના ખર્ચે બનેલા LIG કેટેગરીના ૮૬૪ આવાસ તથા રૂ.૩૬.૪૨ કરોડના ખર્ચે બનેલા MIG કેટેગરીના ૨૭૨ આવાસ, નાનામવા રોડ પર ભીમરાવ ચોક પાસે રૂ.૩૩.૮૭ કરોડના ખર્ચે બનેલા MIG કેટેગરીના ૨૬૦ આવાસ અને શીતલ પાર્ક ૧૫૦ ફુટ રીંગ રોડ પાસે રૂ.૬૨.૪૭ કરોડના ખર્ચે બનેલા MIG પ્રકારના ૪૪૮ આવાસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં બી.એલ.સી. હેઠળના ૮૧૬ લાભાર્થીઓનો આવાસોમાં ગૃહપ્રવેશ પણ થનાર છે તેમજ રૂડા દ્વારા ૯૦.૭૩ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ૭૨૮ આવાસોનું લોકાર્પણ પણ કરવામાં આવનાર છે.