હિન્દ ન્યુઝ, રાધનપુર
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પાટણ મુલાકાતનો આજે બીજો દિવસ છે. સવારે કાલિકા માતાનાં દર્શનથી પ્રવાસની શરૂઆત કરી હતી. જે બાદ રાણકી વાવ અને પટોળા હાઉસની મુલાકાત લીધાં બાદ મંત્રી પિયુષ ગોયલ પાટણ તાલુકાનાં ભદ્રાડા ગામની મુલાકાતે ગયા હતાં. જયાં તેઓનો સ્થાનિક લોકોએ પોતાના પરંપરાગત વેશભૂષા પહેરાવતા મંત્રી નવો અંદાજ જોવા મળ્યા હતા.
પાટણ પ્રવાસનાં બીજા દિવસે ભદ્રાડા ગામની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું ગ્રામજનો દ્વારા ઢોલ-નગારાની સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. કેન્દ્રીય મંત્રીશ્રીની સાથે આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રી ને લોકોએ પરંપરાગત વેશભૂષા પહેરાવી હાથમાં લાકડી ભેટ કરી હતી. સ્થાનિક લોકોનું ભવ્ય સ્વાગત થતાં મંત્રીએ સ્થાનિક લોકોએ આભાર માન્યો હતો. મંત્રી ને જોઈને ગ્રામજનો ખૂબ ઉત્સાહમાં આવી ગયા હતાં. ગામની મુલાકાત દરમિયાન ખાટલાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં મંત્રીએ ગ્રામજનો સાથે સંવાદ કરી ગ્રામિણ વિસ્તાર ની વાસ્તવિક પરિસ્થિતિ થી અવગત થયા હતા.ભદ્રાડા ગામની મુલાકાત દરમિયાન મંત્રી પિયુષ ગોયલની સાથે રાજયના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભદ્રાડા ગામના ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર