હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મતદાર તરીકેની લાયકાતની વર્ષમાં ચાર તારીખોના કારણે તા.૦૧લી ઓક્ટોબરના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવા મતદારોને પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાની તક મળશે
• ભારતના ચૂંટણી પંચ દ્વારા વિવિધ ફોર્મમાં સુધારો કરી વધુ સરળ બનાવવામાં આવ્યા
• મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવશે
• હાલ મુસદ્દા મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ ૪,૮૩,૭૫,૮૨૧ મતદારો, જે તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ ઉપરાંત EPIC (મતદાર ઓળખપત્ર) ફાળવવામાં આવ્યા છે
• રાજ્યભરમાં તા.૨૧/૦૮/૨૦૨૨, તા.૨૮/૦૮/૨૦૨૨, તા.૦૪/૦૯/૨૦૨૨ અને તા.૧૧/૦૯/૨૦૨૨ એમ સળંગ ચાર રવિવારના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે
• તા.૧૦/૧૦/૨૦૨૨ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે