હિન્દ ન્યુઝ, ભાવનગર
સર માનસિંહજી હોસ્પિટલ, પાલીતાણા અને એચ.સી.જી. હોસ્પિટલ, ભાવનગર દ્વારા શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢી અને વર્ધમાન પરિવારના સહયોગથી પાલીતાણા તથા આજુબાજુની જનતાની આરોગ્ય સુખાકારી માટે આજરોજ સર માનસિંહજી હોસ્પિટલ, પાલિતાણા ખાતે એક નિ:શૂલ્ક નિદાન કેમ્પનું આયોજન સવારે ૯-૦૦ કલાક થી બપોરે ૨.૦૦ કલાક દરમિયાન કરવામાં આવ્યું હતું.
આ નિ:શૂલ્ક નિદાન કેમ્પનો પાલીતાણા અને તેની આસપાસના ગામના લોકોએ લીધો હતો અને આશરે ૧,૦૦૦ થી વધુ લોકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો હતો. જરૂરિયાતમંદ દર્દીઓને માર્ગદર્શન તથા નિ:શૂલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં હ્યદયરોગ, મગજ તથા ચેતાતંતુ, કરોડરજ્જુ, કેન્સર, હાડકા તથા સાંધાના રોગો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, કિડની, લીવર વગેરે રોગોની નિ:શૂલ્ક તપાસ એચ.સી.જી. હોસ્પિટલ, ભાવનગરની અનુભવી અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
તદુપરાંત સ્ત્રીરોગ, બાળકોના રોગો અને આંખના રોગોની તપાસ પણ અનુભવી અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા કરવામા આવી હતી.
બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી