ગારીયાધાર તાલુકાના સુરનગર ખાતે ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવથી થતાં ફાયદા અંગે માહિતગાર કરાયાં

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરનાં ગારીયાધાર તાલુકાના સુરનગર ખાતે ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવથી થતાં ફાયદા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા

કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી ખૂબ જ ઓછા સમયમાં વધુ વિસ્તારમાં દવા/ખાતરનો છંટકાવ કરી શકાય છે અને ખેડૂતો માટે ખેતરમાં દવા છંટકાવ કરવામાં સમયનો બચાવ થશે. આ ઉપરાંત ખેતી માટે કરવામાં આવતા માનવશ્રમમાં ઘટાડો થતાં ઓછા સમયમાં વધુ કાર્ય કરી શકાશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે. ત્યારે ખર્ચ ઘટે અને ઉત્પાદકતા વધે એવા પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા એ દિશામાં મહત્વનું પગલું ભર્યું છે.

ડ્રોન ટેક્નોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવ માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ૨૬ ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરીને વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા

આ તકે જિલ્લા ખેતીવાડી અધિકારી એ. એમ. પટેલ, મદદનીશ ખેતી નિયામક ડી. પી. જાદવ, ગારીયાધાર તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઇ કથીરિયા, સુરનગર ખેડૂત સેવા સહકારી મંડળીના પ્રમુખ અરવિંદભાઈ માવાણી, સુરનગર ખેડૂત સેવા સહકારી મંડળીના મંત્રી હરેશભાઈ મહેતા, ઈફફકો નાં પ્રતિનિધિઓ તેમજ સુરનગર ગામનાં ખેડૂતો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment