ચક્ષુદાન મહાદાન
જુનાગઢ જિલ્લાના માંગરોળમાં બ્રહ્મસમાજના માજી પ્રિન્સિપાલ હસુમતિબેનનુ થયેલ ચક્ષુદાન
માંગરોળમાં તા.૨૮-૧૧-૨૦૧૯ માગશર સુદ બીજના દિવસે બ્રહ્મ સમાજના મહેતા પરિવારના સ્વ.હસુમતિબેન શાંતિલાલ મહેતા (ઉ.વર્ષ.૮૨) {રહે.હાટકેશ્વર મંદિર પાસે,નાગરબ્રાહ્મણ વાડી.}કે જેઓ બિપીનકુમાર શાંતિલાલ મહેતાના માતૃશ્રી તેમજ નગરપાલિકા માંગરોળના માજી ચીફ ઓફીસર શ્રી માધવલાલ વૃંદાવનદાસ મહેતાના પુત્રવધુ થાય છે જેઓ આજે ભુલોકથી પરલોક સિધાવેલ છે.
પરમધામગમન થયેલ સ્વ.હસુમતીબેનએ પ્રાથમિક કન્યાશાળા લિમડાચોક,માંગરોળમાં આચાર્ય તરીકે ફરજ બજાવેલ હતી.હાલ તેઓ નિવૃત હતા.
આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા મૃતકના ચક્ષુનુ દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આથી માંગરોળ જાયન્ટ્સ ગૃપના પ્રમુખ પંકજભાઈ રાજપરા દ્વારા શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર આરેણા”ના સંચાલકને જાણ કરતાં રાજેશભાઈ સોલંકી(લોએજ) દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યાં હતા.જે ચક્ષુનો સ્વિકાર દિવ્યેશભાઈ જેઠવાએ કરી કરશનભાઈ વાજાને અર્પણ કરતાં તેના દ્વારા વેરાવળ સ્થિત મુનિ સંત બાલાજી આઈ બેંકને પહોંચાડવામાં આવ્યા હતા.
આ દુઃખદ સમયે પરિવારને સાંત્વના આપવા માટે માંગરોળ જાયન્ટ્સ ગૃપના પ્રમુખ શ્રી પંકજભાઈ રાજપરા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.તેમજ સગાવહાલાં અને પાડોશીઓ ઉપસ્થીત રહી આ પરિવારના દુઃખમાં સહભાગી બન્યા હતા.
મહેતા પરિવારના આ ઉતમ નિર્ણય થી બે અંધજનોના જીવનમાં ઉજાશ આવશે.ભગવાન પરશુરામનો જન્મ જે કુળમાં થયો છે તેવો બ્રહ્મ સમાજ કે જેવો સમસ્ત હિંદુ સમાજની ધરોહર છે.ગૌ,બ્રાહ્મણ એ હિંદુ ધર્મમાં સદા પુજનીય છે.બ્રહ્મઋષિ દધિચીએ પૂરાણોમાં કરલે વર્ણન મુજબ પોતાના અંગોનુ દાન કર્યુ હતુ.આજના આ બ્રહ્મ સમાજ દ્વારા થયેલ ચક્ષુદાનથી આપણા પૂરાણોના દાનને સાર્થક કર્યો છે. આજના આ ચક્ષુદાન ના કાર્યથી તેમણે સમાજને ચક્ષુદાન એ મહાદાનનો મહિમા સમજાવ્યો છે.બ્રહ્મ સમાજના મહેતા પરિવાર દ્વારા થયેલ આ કાર્યથી અન્ય સમાજને પ્રેરણા મળશે.
મહેતા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ, સરકારી હોસ્પિટલના આંખના સર્જન ધડુકસાહેબ,આહિર સમાજ માંગરોળ,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ તેમજ માંગરોળ તાલુકાના પત્રકાર મિત્રો દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તી પ્રભુ આપે તેવી પ્રાર્થના
તેમજ ગોલોકવાસી હસુમતિબેનના આત્માને ભગવાન શ્રી આશુતોષના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી….