છોટાઉદેપુર જિલ્લાના વાઘસ્થળ ડુંગરે ઉર્ષ મેળો ભરાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

છોટાઉદેપુરના પૂર્વ વિભાગે ગુજરાત અને MP સરહદ વચ્ચે ડુંગરોની અનેક હરમાળાઓ આવેલી છે, તેમાં સૌથી મોટો ડુંગર જેને લોકો “વાઘસ્થળ” તરીકે ઓળખે છે, દર વર્ષે અહીંયા ઉર્ષ મેળો ભરાય છે. જેમાં મુસ્લિમ સૌ ભેગા મળીને શ્રદ્ધાપૂર્વક હઝરત નથ્થન શાહ બાવા સાહેબ રહમતુલ્લાહી અલયહિ નો ઉર્ષ મનાવે છે. માન્યતા છે કે લોકો દૂર-દૂર થી અહીંયા તેમની બાધા માનવા અને બાધા પુરી થઈ ગયા પછી ફૂલ-ચાદર ચઢાવવા અહીંયા આવે છે. જેમની દરગાહ આ વિશાળ ડુંગર ની પાસે આવેલી છે. આ ડુંગરનું નામ વાઘસ્થળ કેમ પડયું ? તેની પાછળનું કારણ એવું કહેવામાં આવે છે કે ભૂતકાળની અંદર આ ડુંગરની વચ્ચે આવેલ ગુફાઓમાં વાઘ રહેતા હતા. જે ગુફાઓ આજે પણ જેતે સ્થિતી માં જોવા મળે છે. આ ગુફા માંથી વાઘ ની દરાડ છોટાઉદેપુર સુધી સંભળાતી હતી. જેથી સૌએ ડુંગરનું નામ વાઘસ્થળ પાડી દીધું હતું અને આજુબાજુ રહેતા આદિવાસી ઓના મુજબ મોડી રાત્રે વાઘ દરગાહ ઉપર આવીને તેની પૂંછ વડે ઝાડુ મારે છે, તેવી માન્યતા છે. આજેપણ આ વાઘસ્થળ તથા તેની નજીક આવેલ ઢોલિયા ડુંગરમાં દીપડા રહે છે. એ જંગલમાં રહેતાં આદિવાસીઓને દેખાય આવે છે.

રિપોર્ટ : યાકુબરઝા પઠાણ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment