બોટાદ જિલ્લામાં બિયારણના તથા માટીના નમુનાના સેમ્પલ લેવાની કામગીરી પુર જોશમાં ચાલુ

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે અગાઉ ખેતીવાડી વિભાગે જાહેર જાણકારી આપી હતી અને હાલમાં બોટાદ જિલ્લામાં ખેડુતો દ્વારા આગામી ખરીફ સિઝન માટેના બિયારણની ખરીદી ચાલુ હોય આથી ખેડુતો ને ગુણવત્તા વાળુ બિયારણ મળી રહે તે હેતુથી સ્થાનીક સ્કોડ બનાવી ખેતીવાડી ખાતાના અધીકારીઓ કે.બી.રમણા, આર.એફ.વાળા અને હર્ષ પટેલ દ્વારા બિયારણના તમામ તાલુકામાંથી સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત ચાલુ વર્ષમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત ખેડુતોને તેમેની જમીનમાં રહેલ પોષક તત્વોની જાણકારી મળે તે હેતુથી માટીના નમુના દરેક ગામમાંથી ગ્રામસેવકો દ્વારા લેવાનુ કામ ઝુબેશ ના રુપે ચાલુ છે તેમ બોટાદ જિલ્લા નાયબ ખેતી નિયામક્ બી.આર .બલદાણીયાની એક અખબારી યાદી માં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment