ફાયર ટેન્કર દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી ને ખુશ કરવા રોડ ધોવડાવ્યા !!!!
હિન્દ ન્યુઝ, કાલાવડ
જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા હર હંમેશ વિવાદોમાં ઘેરાયેલું રહેતું હોય છે ત્યાં આજરોજ વધુ એક અતિ ભયાનક કિસ્સો સામે આવવા પામ્યો છે. કાલાવડ નગરપાલિકા ના કર્મચારીઓ દ્વારા ફાયર ટેન્કરનો દુરુઉપીયોગ કરી એક નાના પુલના ઉદ્ઘાટન માટે ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ઉદ્ઘાટન કરવા આવવાના હોય અને આ મંત્રીને ખુશ કરવા માટે નગરપાલિકા કર્મીઓ દ્વારા લોકોના જીવ ની પરવા કર્યા વગર ફાયર ટેન્કર ને રસ્તાઓ ધોવા માટે ઉપયોગ કરતાં કાલાવડના લોકોમાં ભારે રોષ ફેલાવવા પામ્યો હતો
કાલાવડ નગરપાલિકાની સામે આવેલ અને કુંભનાથ પરા ને જોડતો પુલ થોડા મહિનાઓ અગાઉ અતિભારે વરસાદને પગલે દુરસ્ત થવા પામ્યો હતો અને નગરપાલિકા દ્વારા નવા પુલનું કામ ટૂંક સમયમાં પૂર્ણ પણ કરવામાં આવ્યો હતો અને આજરોજ આ નવનિર્મિત પુલનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી અને કાલાવડના પનોતા પુત્ર આર.સી.ફળદુના નેતૃત્વમાં જામનગરના ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા દ્વારા કરવામાં આવ્યું હતું
પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ ની ઉપસ્થિતિમાં કાલાવડ કુંભનાથ પરા ખાતે નવનિર્મિત પુલનું ઉદ્ઘાટન પૂર્વે આ મંત્રીને ખુશ કરવાના ભાગરૂપે નગરપાલિકા પોતાની પ્રથમ પ્રાધાન્ય આપવાની જવાબદારી ભૂલી ફાયર ટેન્કર (બંબા) દ્વારા આ પુલ ને જોડતો માર્ગ ને ધોવડાવતા કાલાવડના જાગૃત નાગરિકો દ્વારા ‘હિન્દ ન્યુઝ’ કાર્યાલયનો સંપર્ક કરતા ‘હિન્દ ન્યુઝ’ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ ઘોર બેદરકારી અંગે કાલાવડ નગરપાલિકા પ્રમુખશ્રી અજમલ ગઢવી ને ટેલિફોનિક જાણ કરી ફાયર ટેન્કર વડે રસ્તાઓને ધોવડાવવાનું કામ રોકાવ્યું હતું અને ફાયર ટેન્કર ઇન્ચાર્જને આ બેદરકારી અંગે પૂછતા જણાવ્યું હતું કે, “અમો આ બધી વ્યવસ્થા અને કામો ના ઈન્ચાર્જ પોતે નથી અને અમોને વિનુ કપુરીયા એ આ કામ કરવા જણાવેલ” એમ કહી પોતાની જવાબદારીમાંથી પોતાના હાથ ખંખેરી લીધા હતા.
તો શું વિનુ કપુરીયા જેવા નગરપાલિકાના સિનિયર કર્મચારીને પોતાની જવાબદારીનું ભાન ન રહ્યું હોય ? કે પછી ફક્ત મંત્રી ને ખુશ કરવા તેઓ જે ફાયર ટેન્કર નો રોડ ધોવડાવવામાં ઉપયોગ કરી રહ્યા હતા. એ “ફાયર ટેન્કરો ફક્ત ગામમાં કોઈ આગ જન્ય ઘટના બનવા પામે ત્યારે જ ઉપયોગમાં લેવાનું હોય છે.” મંત્રીઓની ખુશામત કરવા ટેવાયેલા કર્મચારીઓ ખુશામત કરવામાં એવા ગળાડૂબ થઈ ગયા છે કે આગજન્ય ઘટના માટે સ્ટેન્ડ બાય રાખેલ ફાયર ટેન્કર વડે જ રોડ ધોવડાવી નાખ્યા !! જો આ ખુશામત કરવા ફાયર ટેન્કરનો ઉપયોગ થઇ રહ્યો હતો ત્યારે જ કમનસીબે જો કાલાવડ માં કોઈ મોટી આગ જન્ય દુર્ઘટના બનવા પામે અને આ ઘટનામાં એક થી વધુ ફાયર ટેન્કર ની જરૂર પડે અને ત્યારે પૂરતા ફાયર ટેન્કરની અછત સર્જાઈ અને આ આગમાં જો કોઈના મૃત્યુ થવા પામે તો એની જવાબદારી નગરપાલિકા ની કે ઇન્ચાર્જ વિનુ કપુરીયા ની ?
‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિયેશન’ નાં સંસ્થાપક ચેરપર્સન ડૉ.સીમાબેન પટેલ દ્વારા આ ઘોર બેદરકારી અંગે આવતીકાલે કાલાવડ ચીફ ઓફિસર, કાલાવડ મામલતદાર, ગ્રામ્ય પ્રાંત અધિકારી અને કલેકટર જામનગરને રૂબરૂ મળી આ અંગે લેખિતમાં ફરિયાદ કરી આ ઘોર બેદરકારી આચરનાર કાલાવડ નગર પાલિકાના કર્મચારીઓ વિરુદ્ધ યોગ્ય પગલાં ભરી પદમુક્ત કરવા ફરિયાદ કરવામાં આવશે એમ એક અખબારી યાદીમાં ડૉ.સીમાબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
કાલાવડ નગરપાલિકા કર્મચારીની ઘોર બેદરકારી માટે કાલાવડ ચીફ ઓફિસર પોલીસ કેસ કરશે ? કે પછી કાયમી ધોરણે પદમુક્ત કરશે ? એ હવે જોવું રહ્યું.