હિન્દ ન્યુઝ, બોટાદ
PM KISAN ના જે લાભાર્થીઓએ લોન માટેની KCCની યોજના નો લાભ લીધેલ ના હોય તેના માટે છે આ માટે સ્પેશિયલ ગ્રામ સભા ૨૪.૦૪.૨૦૨૨ રવિવાર ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દરેક ગામમાં યોજવામાં આવશે જેને માનનીય વડાપ્રધાન સંબોધિત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, KCCની આ લોન નો લાભ ખાતા દીઠ મળશે. આ યોજના નો લાભ મત્સ્ય ઉધ્યોગ અને પશુપાલન ના વ્યવસાય સાર્થે જોડાયેલા લોકોને પણ મળવા પાત્ર છે. પાક ધિરાણ 3 લાખ સુધીની લોન માટે વ્યાજ દર 7 % રહેશે, જો આ લોન ની ભરપાઈ 365 દીવસ ની અંદર કરવામાં આવે તો 3% વ્યાજ કેન્દ્ર સરકાર( નાબાર્ડ) અને 4% વ્યાજ રાજય સરકાર દ્વારા ભરપાઈ કરવામા આવશે. મત્સ્ય ઉધ્યોગ અને પશુપાલન ના રૂ. ૨ લાખ સુધીનું ધિરાણ માટે વ્યાજ ૭% રહેશે (કુલ પાક ધિરાણ ૩ લાખ સુધી માટે). જો આ લોન ની ભરપાઈ 365 દીવસ ની અંદર કરવામાં આવે તો 3% વ્યાજ કેન્દ્ર સરકાર ( નાબાર્ડ) દ્વારા ભરપાઈ કરવામા આવશે. 365 દિવસની અંદર લોન ભરપાઈ કરવામા નહીં આવે તો બૅન્ક ના નિયમ મુજબ વ્યાજ દર ભરવાનો રહેશે. KCCનો લાભ 7-12ની કોપી અને પાકની વિગત જણાવી બેન્ક દ્વારા સરળતાથી અને સત્વરે આપવામા આવશે. PM KISANના જે લાભાર્થીઓ KCCનો લાભ લઈ રહયાં છે તેઓ વધારાની લોન લેવા માટે તેમની બેન્કની શાખા નો સંપર્ક કરી શકે છે. PM KISANના લાભાર્થીઓની સંખ્યા વધારે છે પરંતુ જાણકારીના આભાવે KCC લોનના લાભાર્થીઓની સંખ્યા ઓછી છે, જેર્થી બાકી રહેલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા વધુમાં જણાવાયું છે. PM KISANના લાભાર્થીઓને આ યોજનાનુ સરળ ફોમ ભરવા માટેની મદદ નજીકના CSC સેન્ટર / બેન્ક સખી/ બેન્ક શાખા થી મળી શકશે. સામાજિક સુરક્ષા યોજનાઓ જેવીકે PMSBY/ PMJJBY/ APY/ PMJDY અંતર્ગત તમામ યોગ્ય લાભાર્થીઓ ને આવરી લેવાશે. જેની નોંધ લેવા વધુમાં જણાવવામાં આવે છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ