“વિશ્વ ક્ષય દિવસની ઉજવણી” નિમિતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિત જિલ્લાના આરોગ્યકર્મીઓએ “ટીબી મુક્ત ભારત” ના શપથ લીધા

જિલ્લામાં ક્ષયને નિવારવા કરેલી શ્રેષ્ઠતમ કામગીરી બદલ આરોગ્યકર્મીઓ-આશાબહેનોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયાં

હિન્દ ન્યુઝ, નર્મદા  

દર વર્ષે ૨૪ મી માર્ચેને વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષે-૨૦૨૫ સુધીમાં “ટીબી મુક્ત ભારત” ના કરેલા આહવવાનને ચરિતાર્થ કરવાં નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી નિંલાબરીબેન પરમાર, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા, તાલુકાના આરોગ્ય અધિકારીઓ, તબીબીઓ, આરોગ્ય કર્મીઓ સહિત આશાબહેનોએ “ભારત ટીબી મુક્ત” ના સામૂહિક શપથ લીધા હતાં. ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે વર્ષ- ૨૦૨૧ દરમિયાન જિલ્લામાં ક્ષયને નિવારવા કરેલી શ્રેષ્ઠતમ કામગીરી બદલ મેડીકલ ઓફીસરો, આરોગ્ય કર્મીઓ અને આશાબહેનોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયાં હતાં.

Related posts

Leave a Comment