“વિશ્વ મહિલા દિન” નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેકટર કચેરી ખાતે મહિલાઓ દ્વારા કેનવાસ પેઇન્ટિંગ, રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ

“વિશ્વ મહિલા દિન” નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રવિવારે સવારે 11 વાગ્યે કલેકટર કચેરી ખાતે મહિલાઓ દ્વારા કેનવાસ પેઇન્ટિંગ, રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન જિલ્લા કલેક્ટર કચેરીએ કરવામાં આવ્યું. ડ્રોઈંગ સ્પર્ધા તેમજ રંગોળી સ્પર્ધામાં નાના મોટા બોળકો એ કઇક અલગ જ રંગબેરંગી પ્રીરીન્ટિંગ કરી જાહેર લોકો એ રાજકોટ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે પાંચ દિવસીય વુમન્સ ડે ઉજવણી કરી. એક દિવસ માટે અલગ-અલગ વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં કરેલ. જિલ્લા વહિવટી તંત્રની સાથે સાથે અલગ-અલગ ડિપાર્ટમેન્ટના લોકો પણ જોડાયા છે. વુમન્સ ડેવલપમેન્ટ, women’s એજ્યુકેશન સિસ્ટમ, સેવ ગર્લ ચાઈલ્ડ હેલ્પલાઈન ને આપણે ત્યાં પ્રમોટ કરવામાં આવી રહી છે‌. નાની દીકરી થી મોટા દાદી સુધી દીકરી નું જે જીવન છે તેનું સન્માન કરવાનું અને સોસાયટીમાં આગળ વધવાનું મેસેજ આપી.

નારીશક્તિને આગળ વધારવા કેટલું સરસ મજાનું પેઇન્ટિંગ બનાવી રહ્યા છે. જેનાથી ભવિષ્યમાં નારી શક્તિને પ્રગટ કરવા તેની શક્તિ ને કેમ આગળ વધારવી તેવા કોન્સેપ્ટ ઉપર તેવો વર્ક કરી રહ્યા છે. રાજકોટ વહીવટીતંત્ર પણ આટલું સરસ પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે ભવિષ્યમાં નારીશક્તિનુ સન્માન તથા ઉજાગર કરવાનું ફક્ત એક દિવસ નહીં પરંતુ દરરોજની લાઇફમાં તેનું માન-સન્માન જળવાય તે રીતે કામગીરી કરવાની તૈયારી છે.

રિપોર્ટર : કમલેશ લથીયા, રાજકોટ

Related posts

Leave a Comment