હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર
મિનિસ્ટ્રી ઓફ ઇલેકટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ભારત સરકાર દ્વારા કાર્યરત કોમન સર્વિસ સેન્ટર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ઇ-સ્ટોર તાલીમ વર્કશોપ રાખવાના આવેલ જેમાં ઇ-સ્ટોર ના માધ્યમથી ગામડાઓમાં સામાનની હોમ ડિલિવરી થશે. શહેરોની જેમ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી સેવા શરૂ થશે. ગામડાના લોકો પણ ઘરે બેઠા કરિયાણા સહિત અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ઓનલાઈન ઓર્ડર કરી ઘર બેઠા ઓર્ડર મેળવી શકે છે. ઘરે ઓર્ડરના આગમન પર કિંમત કેશ ઓન ડિલિવરી હેઠળ ચૂકવવાની રહેશે. આ માટે ગ્રામજનોએ તેમના મોબાઈલમાં CSC ગ્રામીણ ઈ-સ્ટોર એપ ડાઉનલોડ કરવાની રહેશે. એપ પર ઓર્ડર કરવામાં અસુવિધાના કિસ્સામાં, ગ્રામજનો તેમના નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર)ની મુલાકાત લઈને પણ આવશ્યક ચીજવસ્તુઓ મંગાવી શકે છે. ઈ-કોમર્સની દિશામાં CSC (કોમન સર્વિસ સેન્ટર)ને સ્ટોર બનાવવામાં આવ્યો છે. ગામડાઓમાં આ સુવિધા આપવા માટે જિલ્લાના 450 થી વધુ CSC વીએલઇ એ નોંધણી કરાવી છે. ડિજિટલ ઈન્ડિયા હેઠળ કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ ક્ષેત્રે પગલાં લઈને ગ્રામીણ વિસ્તારોમાં હોમ ડિલિવરી સુવિધા પૂરી પાડવાની પહેલ શરૂ કરી છે. આ કસ્ટમર ઈ-સ્ટોર એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકાય છે. આ સાથે સુરેન્દ્રનગર જિલ્લા ના મેનેજર વિપુલભાઈ દેશાણી એ જણાવ્યું હતું કે દરેક તાલુકામાં એક ડિસ્ટ્રીબ્યુટર વિએલઇ ની નિમણુક કરવામાં આવી રહી છે જેઓ તાલુકા કક્ષાએથી સામાનને તાલુકાના ગામડાઓમાં પહોંચાડશે.જેથી રોજગારીની નવી તકો નું સર્જન થશે.
આ સમગ્ર કાર્યક્રમમાં સી.એસ.સી ના ગાંધીનગર કક્ષાના કર્મચારી તથા જુદી જુદી કંપનીના પ્રતિનિધિ સાથે 80 થી વધુ વી.એલ.ઇએ હાજરી આપી સમગ્ર કાર્યકમ ને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર : રણજીત ખાચર, સાયલા