વેરાવળમાં મહિલાઓનો જાગૃતિલક્ષી સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

      ગીર સોમનાથ જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વેરાવળના ભીડીયા ખાતેના ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલમાં કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી(અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, ૨૦૧૩ વિષય અંર્તગત સેમિનારનુ અયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિવિધ ફિશિંગ યુનિટો તથા ઔદ્યોગિક એકમોમાં કામ કરતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

આ કાર્યક્રમમાં વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, પુન:લગ્ન યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બઈઝ્ડગ સપોર્ટ સેન્ટાર, ૧૮૧ અભ્યમ્ મહિલા હેલ્પ લાઈન, નારી અદાલત, મફત કાનુની સેવા, તેમજ મહિલાલક્ષી કાયદાઓ જેવા કે, ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫, દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬૧ અને કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતિય અધિનિયમ-૨૦૧૩ વિષેની માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ .

ઉપરાંત સેમિનારમાં દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા વેરાવળ ખાતે કાર્યરત ફિશિંગ ઈન્ડસ્ટ્રીઝ તથા ફિશિંગ અને અન્ય યુનિટો/એકમોમાં કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ માં કરેલ જોગવાઈ મુજબ આંતરીક ફરિયાદ સમિતિની રચના થાય તે અંગે સુચન તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

આ સેમીનારમાં દહેજ પ્રતિબંધક અધિકારી આર.એમ.જીંજાળા, નારી અદાલતના કો-ઓર્ડીનેટર પ્રવિણાબેન લશ્કરી, જિલ્લા કાનુની સેવા સત્તામંડળના વકીલ ડાભી બકુલાબેન, કારીયા મીતાબેન, સી ફૂડ એસોસિએશનના પ્રમુખ કેતનભાઈ સુયાણી, અને સેક્રેટરી નરેશભાઈ, વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ ઈમ્તિયાઝભાઈ મોઠીયા સહિત મોટી સંખ્યમાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Related posts

Leave a Comment