ગીર-સોમનાથ જિલ્લાની સહકારી મંડળીઓના ઓડિટ માટે રેકર્ડ રજૂ કરવાની અંતિમ તક

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

         ગીર સોમનાથ જિલ્લામાં સહકારી કાયદા અન્વયે નોંધાયેલી સહકારી મંડળીઓ (દૂધ સહકારી મંડળીઓ સિવાય), કે જેના વૈધાનિક ઓડીટ તા.૩૧-૦૩-૨૦૧૮ પહેલાથી બાકી હોય, એવી સહકારી મંડળીઓના હોદ્દેદારો (લાગતા વળગતા હક્ક/ હિત ધરાવતા વ્યક્તિઓ/ સંસ્થાઓ સહિત) તમામને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ ની કલમ-૮૪ મુજબ આપની સંસ્થાઓના ઓડીટ માટે કચેરીના ઓડીટરો/સ્ટાફ દ્વારા પૂરતા પ્રયત્નો કરવા છતાં, આ ઓડીટરો સમક્ષ મંડળીના ઓડીટ માટે રેકર્ડ રજુ થયેલ નથી.

ઉપરાંત તમામ મંડળીઓના હોદ્દેદારોને આ જાહેર નોટિસ પ્રસિદ્ધ થયાના દિન-૧૫ માં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, જિલ્લા સેવા સદન રૂમ નં.303 થી 308, ઈણાજ, ગીર-સોમનાથને લેખિત રજુઆત સાથે ઓડીટ માટે રેકર્ડ રજુ કરવા જણાવવામાં આવે છે. અન્યથા સમયમર્યાદા પુર્ણ થયા બાદ આ મંડળીઓને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૧૧૪ મુજબ ફડચામા લઇ જવાની કે, કલમ-૨૦ હેઠળ નોંધણી રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે. જેની નોંધ લેવા જિલ્લા રજીસ્ટ્રાર, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment