હિન્દ ન્યુઝ, ભાવનગર
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણની અનેક યોજનાઓ ચલાવે છે. તેમાની જ એક યોજના ગંગા સ્વરૂપા યોજના છે. જેમાં મહિલાઓ આર્થિક રીતે પગભર બની પોતાનું જીવન વ્યતિત કરી શકે તે માટે તેમજ સ્વમાનભેર પોતાનું જીવન જીવી શકે તે માટે દર મહિને તેમને પેન્શનરૂપે તેમને રૂા. ૧,૨૫૦ ની આર્થિક સહાય કરવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં આ રીતે આ યોજનાનો લાભ મહિલાઓને આપવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત ચાલું વર્ષના ફેબ્રુઆરી મહિનામાં તેઓના ખાતામાં રૂા. ૬.૩૦ કરોડ જમા કરાવવામાં આવ્યાં છે. આ યોજનામાં આ રકમ લાભાર્થી બહેનોના ખાતામાં સીધેસીધી ડાયરેકટ બેનિફિશયરી ટ્રાન્સફરથી જમા થઇ જાય છે. આ યોજના અન્વયે ભાવનગર જિલ્લામાં કુલ ૪૯,૩૦૫ ગંગા સ્વરૂપ બહેનો નોંધાયેલી છે. તેમના ખાતામાં ફેબ્રુઆરી માસમાં રૂ. ૬.૩૦ કરોડ ની આર્થિક સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આ ગંગાસ્વરૂપા બહેનોને પેન્શન સબંધિત કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તેના નિવારણ માટે તેઓ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગરના વ્હોટ્સએપ નંબરઃ ૦૨૭૮ ૨૪૨૧૯૦૧ પર કોલ કરી શકે છે. આ મહિલાઓએ પોતાનું પૂરું નામ, ગામ અને તાલુકા સાથે રજૂઆત કરી શકશે જેથી ઝડપી તેમની સમસ્યાનું નિવારણ લાવી શકાય તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે.વી. કાતરિયાની અખબારી યાદીમાં જણાવાયું છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી