વાહનોની લે-વેચ કરતા વેપારીઓએ વાહનની તથા વાહન વેંચનાર અને ખરીદનારની તમામ વિગતો સાથેનું રજીસ્ટર ફરજિયાત નિભાવવું પડશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારએ એક જાહેરનામા દ્વારા રજિસ્ટર્ડ ન થતા હોય તેવા સાઈકલ/મોપેડ/ વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના વાહનો તમામ પ્રકારના ફોર વ્હીલર, થ્રી વ્હીલર, ટુ વ્હીલરના વ્હીકલ વેચાણ કરનાર તેમજ આવા વાહનોની લે-વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ ઉપર કેટલાક નિયંત્રણ મૂક્યા છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે દેશમાં આતંકવાદી ભાંગફોડ કરતાં તત્વો આતંક ફેલાવવાના હેતુથી ઉપયોગ કરવા માટે રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાઈકલ / મોપેડ / વિદ્યુતથી ચાલતા વાહનોનો ઉપયોગ કરતા હોય છે. આતંકિત કૃત્યમાં આવા વાહનોનો ઉપયોગ થયા બાદ આવા વાહનોની કોઇ સ્પષ્ટ નોંધણી ન હોવાના કારણે તેના મૂળ માલિક સૂધી પહોચવાનુ તપાસ એજન્સી કે પોલીસ માટે ખૂબ મૂશ્કેલ બનતું હોય છે. મહદઅંશે આવા વાહનોના વેચાણ વખતે આવા જૂના વાહનોની લે-વેચ કરતી વખતે તેમજ આવા વાહનો ભાડે આપતી વખતે વેપારીઓ ખરીદનાર ગ્રાહક પાસેથી ઓળખાણના પૂરતા પુરાવા મેળવ્યા વગર વાહનોનુ વેચાણ કરતા હોય છે. તેમજ ભાડે આપતા હોય છે. જેને ધ્યાને લઈ રજિસ્ટર્ડ ન થતા હોય તેવા સાઈકલ/મોપેડ/ વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના વાહનો તમામ પ્રકારના ફોર વ્હીલર, થ્રી વ્હીલર, ટુ વ્હીલરના વ્હીકલ વેચાણ કરનાર તેમજ આવા વાહનોની લે-વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ ઉપર નિયંત્રણ મૂકવા જરૂરી જણાય છે. આથી બોટાદ જિલ્લા વિસ્તારમાં નવી તથા જુની સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે જ્યારે નવી તેમજ જુની સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેચવામાં આવે કે ખરીદવામાં આવે ત્યારે તેઓએ સાયક્લ સ્કુટર અને મોટર સાયકલ જેવા બીજા ટુવ્હીકલ વાહનો ખરીદનારાને અવશ્ય બિલ આપવું અને તેની સ્થળપ્રત કબ્જામાં રાખવી, ખરીદનાર ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાન કાર્ડ, આધારકાર્ડ, ઈલેકશનકાર્ડ રેશનકાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે નગરપાલિકા કોર્પોરેટર ધારા સભ્ય સંસદ સભ્ય કોઈપણ ખાતાના રાજ્યપત્રિત અધિકારી તરફથી મેળવેલ ઓળખપત્ર, પ્રમાણપત્ર પૈકી કોઈપણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ, સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેચાણ કર્તાએ મેળવવાનો રહેશે, બીલમાં ખરીદદારનું પુરુ નામ સરનામું સંપર્ક માટે ટેલિફોન, મોબાઈલ નંબર લખવો, વેચાણ બીલમાં સાયકલ સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનનો ફ્રેમ નંબર ચેસીસ નંબર એન્જીન નંબર અવશ્ય લખવો, સાયકલ સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેચાણકર્તાએ કોઈપણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્યારે માહિતી – રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાનું રહેશે તેમજ વાહન ખરીદનારના નામે વાહન તબદીલ કરવા RTO કચેરી ખાતે જરૂરી ફોર્મમાં અરજી કરી તે અંગેની કાર્યવાહી વાહન વેચનારે વાહન વેચાણના દિન – ૧૫ માં વાહનની બિનચૂક તબદીલી થાય તે રીતે કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment