હિન્દ ન્યુઝ, કચ્છ
“યુવા પેઢી રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદાર બને” : કચ્છ યુનિવર્સિટી કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજા
કચ્છ જિલ્લાના કક્ષાના ૧રમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કલેકટર કચેરી ખાતે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. જયરાજ સિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલેક્ટર પ્રવીણા ડી. કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી કે.ટી.મેણાત, નાયબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ
જે.એન.પંચાલ, ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ, મીનાબેન રાઠી મામલતદાર
ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે કચ્છ યુનિવર્સીટીના કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજાએ અધ્યક્ષ સ્થાનેથી યુવા મતદારોને શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, ‘યુવા પેઢી રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદાર બને અને મતદાન કરવા આગળ આવે અને યુવા મતદારો જાગૃત થાય. દરેક ચૂંટણીઓમાં પોતાના મતદાનના હક્કનો ઉપયોગ કરી વધુમાં વધુ મતદાન કરે તેવો અનુરોધ કર્યો હતો.’ વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, ‘વિવિધ સ્પર્ધાઓ દ્વારા યુવાનોમાં ઝડપથી મતદાન માટે જાગૃતિ આવશે.’
આ કાર્યક્રમમાં યુવા મતદારોને એપીક કાર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યાં તથા શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, મદદનીશ મતદાર નોંધણી અધિકારી બી.એચ.ઝાલા, મામલતદાર ભચાઉ, હરેશ ભીમભાઈ વાળા મતદારયાદી -મદદનીશ મતદાર નોધણી અધિકારી નાયબ મામલતદાર ભચાઉ, એન.બી દાફડા સેકટર ઓફિસર ભુજ, રસીદભાઇ જખરાભાઇ, બી.એલ.ઓ (દિનારા) ભરતભાઇ વેલજીભાઇ, બી.એલ.ઓ (માધાપર) ને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે તમામ યુવા મતદારોને કુલપતિ તેમજ કલેકટર દ્વારા માર્ગદર્શન તેમજ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમા NCC (રાષ્ટ્રીય છાત્ર સેના), અને NSS (રાષ્ટ્રીય સેવા યોજના) માં જોડાયેલા અધિકારી અને તેમના સભ્ય ઉપસ્થિત રહ્યાં હતા. અંતમાં તમામને રાષ્ટ્રીય ફરજ રૂપે મતદારયાદીમાં નામ નોંધાવવા તથા તમામ ચૂંટણીઓમાં અચુક મતદાન કરવા અને ગરુડા એપનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય મતદાતા દિવસના ઉપલક્ષ્યમાં ઉપસ્થિત સૌએ મતદાન અંગે શપથ લીધા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા માટે હિતેશ રાજગોર નાયબ મામલતદાર, પુલિનભાઈ ઠાકર નાયબ મામલતદાર, ચિરાગ ચાવડા, અંકિત ઠક્કર, જીગર ધોળું, ચેતનાબેન કુરાણી એ જહેમત ઉઠાવી હતી.