હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
૨૫મી જાન્યુઆરી-૧૯૫૦ના રોજ ભારતના ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવેલ. જે અન્વયે ૨૦૧૧થી દર વર્ષે ૨૫ મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ મતદારોને પ્રોત્સાહીત કરવા, નવા મતદારોની મતદારયાદીમાં નોંધણી કરાવવા તેમજ કોઈ પણ પ્રલોભન વગર પોતાના મતાધિકારનો પ્રયોગ કરે તે માટે પ્રતિજ્ઞા ભારતના ચૂંટણ પંચ દ્વારા આપવામાં આવેલ છે.
વધુમાં ચુંટણીપંચ દ્વારા તા. ૨૫/૦૧/૨૦૨૨ના રોજ ઉજવવામાં આવનાર ૧૨માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ’’ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ ” (Making Election Inclusive, Accessible and Participative) ની થીમ ઉપર વર્ચુઅલ ઉજવણી કરવા વધુમાં વધુ મતદારો ભાગ લે તે માટે સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. મતદારોને વધુ વિગત માટે અત્રેના જિલ્લામાં કાર્યરત જિલ્લા કોન્ટેકટ સેન્ટર ટોલ ફી નંબર ૧૯૫૦ ની સુવિધાનો ઉપયોગ કરી શકાશે.
વધુમાં વધુ મહિલાઓ તથા ૧૮ વર્ષથી વધુ વયના મતદારો મતદારયાદીમાં નામ નોંધણી કરાવે તેવી અપીલ કરવામાં આવી છે. તેમજ મરણ જનાર કે સ્થળાંતર કરનાર મતદારો અને વારસદારો દ્વારા નામ કમી કરવા માટે હકક-દાવા રજૂ કરવા અપીલ કરવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં મતદાન નોંધણી અધિકારી અને પ્રાંત અધિકાર તથા મદદ.મતદાર નોંધણી અધિકારી અને મામલતદારઓ દ્વારા જે તે તાલુકાઓમાં તેઓની કચેરી ખાતે ઉપસ્થિત રહી GSWAN મારફતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.