ખેડા ગળતેશ્વર તાલુકાના પાલી ગ્રામ પંચાયતમાં ડે.સરપંચની ચૂંટણીમાં મોહસીન વહોરાને 18માંથી 16 મત મળતા વિજેતાજાહેર કરાયા

હિન્દ ન્યુઝ, ખેડા

              પાલી સેવાલિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદ માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે બપોરે 2:00 કલાકે યોજવામાં આવી હતી. પ્રથમ સભાના એજન્ડામાં જણાવ્યા અનુસાર સવારે 10 કલાક થી 12 કલાક સુધી ઉપસરપંચની ઉમેદવારી માટે ફોર્મ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો ત્યારબાદ બપોરે 1:00 સુધી ફોર્મ પરત ખેંચવાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 2:00 કલાકે ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી હતી. ખાલી સેવાલિયા માં ચૂંટણીને લઇ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પાલી ગામ પંચાયતના 18 વોર્ડ સભ્યો મતદાન તરીકે પોતાના નાયાબ સરપંચે આજે ચૂંટી કાઢવા માટે અને મતદાન કરવા ગ્રામ પંચાયત કચેરી ખાતે આવ્યા હતા. જેમાં ચૂંટણી અધિકારી નીલેશ જોશી નાયબ મામલતદાર ગળતેશ્વર દ્વારા મતદાન કરવા અંગે માહિતી આપવામાં આવી હતી માહિતી આપવામાં આવી હતી અને તમામ સભ્યોને સમજાય તેમ જણાવ્યું હતું કે હું ઉમેદવારનું નામ બોલું અને મત આપવા માગતા સભ્યો હાથ ઊંચો કરશે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં પહેલા ઉમેદવાર તરીકે મોસીન ભાઈ યાસીનભાઈ નું નામ લેતા તેના તરફેણમાં 17 સભ્યોના હાથ ઊંચા થયા હતા અને બીજા ઉમેદવાર નીતિનભાઈ જેઠાભાઈ પટેલ નું નામ જાહેર કરતા તેઓની તરફેણમાં માત્ર 2 સભ્યોના હાથ ઊચા થતાં ચૂંટણી અધિકારી ધારા સૌથી વધુ હાથ ઊંચા થયેલા ઉમેદવાર મોસીન ભાઈ યાસીનભાઈ વોહરા ને વિજેતા જાહેર કર્યા હતા જેને લઈ બહાર ઊભેલા સમર્થકોએ જીતશે જીતને વધાવી પોતાના નવા ઉપસરપંચને ફૂલહાર અને મીઠાથી જીતથી ખુશીને વહેતી હતી.

રિપોર્ટર : મુકેશ પરમાર, ખેડા

Related posts

Leave a Comment