હિન્દ ન્યુઝ, ધાંગધ્રા
ધાંગધ્રા સરકારી હૉસ્પિટલ તથા બીજી અલગ અલગ હોસ્પિટલ માં 7 પેશન્ટને ઇમર્જન્સીમાં 20 બોટલ લોહીની જરૂર પડતાં ધાંગધ્રાના રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામા આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ ના સલીમભાઇ ઘાંચી દ્વારા રક્તદાન એ મહાદાન સુત્રને સાર્થક કરી બતાવ્યું છે. ધાંગધ્રા સરકારી હોસ્પિટલ તથા બીજી હોસ્પિટલ માં સારવાર લેતા અલગ-અલગ રોગોની સારવાર લેતા દર્દીઓ માટે તાત્કાલિક લોહીની જરૂર પડતા યુવાનો પોતાના ધંધા-રોજગાર છોડી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીને તાત્કાલિક રક્તદાન કરવામાં આવ્યું.
ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા દિન-પ્રતિદિન સુરેન્દ્રનગર જિલ્લા સહિત અનેક ગ્રામ્ય વિસ્તાર તેમજ તાલુકાઓમાં જરૂરિયાતમંદ દર્દીઓને રક્તદાન કરવા અને રક્તદાન કરવા લોકોને પ્રેરિત કરવામાં આવે છે તેમજ તાત્કાલિક ધોરણે દર્દીઓને બ્લડ ની બોટલ ગણતરીના સમયમાં જ પૂરી કરવામાં આવે છે.
રિપોર્ટર : સલીમભાઇ ઘાંચી, ધ્રાંગધ્રા