રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય – રાજ્યમાં રીસર્વેની વાંધા અરજીઓ માટેની મુદ્દત એક વર્ષ ડિસેમ્બર ૨૦૨૨ સુધી લંબાવાઈ : રીસર્વેમાં એક પણ ખેડૂતને અન્યાય થશે નહીં – મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

હિન્દ ન્યુઝ,

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય – રાજ્યમાં રીસર્વેની વાંધા અરજીઓ માટેની મુદ્દત એક વર્ષ ડિસેમ્બર ૨૦૨૨ સુધી લંબાવાઈ : રીસર્વેમાં એક પણ ખેડૂતને અન્યાય થશે નહીં – મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી NLRMP હેઠળ ખેતીની જમીનની ફિલ્ડમાં જઈ માપણી કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય. nરીસર્વેમાં ખાસ ઝુંબેશ તરીકે ૪૦ હજારના લક્ષ્યાંક સામે ૩૮ હજાર અરજીઓનો નિકાલ અને ૬૪ હજારથી વધુ સર્વે નંબરની માપણીની કામગીરી પૂર્ણ આગામી સમયમાં વધુ ૪૦ હજાર અરજીઓનો ઝુંબેશના ભાગરૂપે નિકાલ કરાશે રીસર્વે કામગીરીમાં અંદાજે ૯૫ લાખ સર્વે નંબરોની સામે આવેલી ૫.૨૮ લાખ વાંધા અરજીઓમાંથી ૪.૧૩ લાખ અરજીઓની કાર્યવાહી કરાઈ રીસર્વેના વાંધા નિકાલની ઝુંબેશના ભાગરૂપે વધુ અરજી ધરાવતા ૧૦ જિલ્લાઓમાં ૯૬ સર્વેયરો, ૧૨ DGPS અને ૮૪ ETS મશીનો કાર્યરત

Related posts

Leave a Comment