આજથી નવરાત્રીનો પ્રારંભ ચોટીલામા ડુંગર પર બીરાજમાન માઁ ચામુંડાના મંદિરે હજારો ભક્તો નવરાત્રી દરમિયાન દર્શને

હિન્દ ન્યુઝ, ચોટીલા

આજે થી શરુ થયેલ નવરાત્રીમા સવારે ૮ કલાકે ચામુંડા માતાજીના મંદિરે ધટ સ્થાપના કરવામા આવી. નવ દિવસ દરમિયાન લોકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવ છે. કોરાના લોકડાઉન બાદ પ્રથમવાર નવરાત્રીમા મંદિર ખુલ્લા રહશે જેને લઇને માયભક્તોની ભીડ આ નવરાત્રી દરમિયાન જોવા મળશે. જયારે ચોટીલા ચામુંડા મંદિર ડુંગર ટ્રસ્ટ દ્રારા લોકોને કોરાના ગાઇડલાઇનનુ પાલન કરવાની પણ અપીલ કરવામા આવી છે.


રાત્રી દરમિયાન પ્રથમવાર ચોટીલા ચામુંડા મંદિરે માઁ ચામુંડાનો લેસર લાઈટ થી માતાજી નો ડુંગર શણગાર માં આવ્યુ છે જેને લઇને અહી આવતા ભક્તોને તેનો લાભ મળશે અને લેસર શો દરમિયાન માતાજીના વિવિધ સ્વરુપ ડુંગર ઉપર લેસર શો દરમિયાન જોવા મળશે અને માયભક્તો ને પ્રસાદી માટે ભોજનાલય પણ ખુલ્લું મુકવામાં આવ્યુ છે માતાજી નો પ્રસાદ લય ભક્તો ધ્યાનતા અનુભવે છે.

રિપોર્ટર : અજીત ચાંવ ચોટીલા

Related posts

Leave a Comment