તળાજા તાલુકાકક્ષા શાળાકીય અં-૧૯ ભાઈઓ/બહેનોની સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર ગ્રામ્ય દ્વારા આયોજીત તળાજા તાલુકાકક્ષા શાળાકીય અંડર-૧૯ ભાઈઓ/બહેનોની સ્પર્ધાનું આયોજન તા.૧૧/૧૦/૨૦૨૧ના રોજ એથ્લેટિક્સ સ્પર્ધા વિવેકાનંદ વ્યાયામ શાળા-દિહોર અને તા.૧૨/૧૦/૨૦૨૧ના રોજ કબડ્ડી સ્પર્ધા સત્યનારાયણ વિદ્યાલય – સથરા તથા તા.૧૩/૧૦/૨૦૨૧ના રોજ વોલીબોલ સ્પર્ધા શેઠ એન.એ. મહેતા હાઈસ્કૂલ, ત્રાપજ અને તા.૧૪/૧૦/૨૦૨૧ના રોજ ખો-ખો સ્પર્ધા વિવેકાનંદ વ્યાયામ શાળા-દિહોર ખાતે યોજાશે. આ સ્પર્ધાઓમા ભાગ લેનાર તમામ સંસ્થાઓએ તળાજા તાલુકા કન્વીનરને તા.૦૯/૧૦/૨૦૨૧ સુધીમાં વોટ્સએપથી એન્ટ્રી મોકલી આપવી. આ તમામ સ્પર્ધાઓ જે-તે તારીખે સવારે ૦૯:૦૦ કલાકે શરૂ થશે તેમ તળાજા તાલુકા કન્વીનરની યાદીમાં જણાવ્યુ છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment