ભાવનગર જીલ્લામાં ખરીફ સીઝન-૨૦૨૧ સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદના પાણીથી ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે ખેતીપાકોમાં થયેલ નુક્શાનીનાં સર્વેની કામગીરી હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જીલ્લામાં ખરીફ સીઝન-૨૦૨૧ સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદના પાણીથી ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે ખેતી પાકોને નુકશાન થયેલ હોવાનુ જણાય આવેલ અને અત્રેની કચેરીએ આવેલ રજુઆત ધ્યાને લેતા ખેતીપાકોમાં થયેલ નુક્શાનીના સર્વેની કામગીરી તા.૦૭/૧૦/૨૦૨૧ થી શરૂ થનાર છે. જેમા સબંધિત ગામના ગ્રામસેવક, તલાટી કમ મંત્રી તથા ગામનાં સરપંચની સંયુક્ત ટીમની રચના કરવામાં આવેલ છે. આ સર્વે ટીમ આપના ગામમા સર્વેની કામગીરી દરમ્યાન આવે ત્યારે સદરહુ ભારે વરસાદથી હકિકતમાં નુકશાન થયેલ હોય તેવા નુકશાનગ્રસ્ત તમામ ખેડૂતોએ પોતાના ખેતરનો સર્વે સર્વેટીમ પાસે સર્વે કરાવવાનો રહેશે.

આ માટે ખેડૂતમિત્રો કે જેઓને ખેતી પાકોમાં નુકશાન થયેલ છે. તેવા ખેડુતોએ ગામનાં આગેવાનો અને સરપંચને પણ અગાઉથી જાણ કરી રાખવી, જેથી કરી સર્વે ટીમ જ્યારે સર્વે માટે જે તે ગામમાં આવે ત્યારે નુક્શાનગ્રસ્ત ખેડુતો સર્વે દરમ્યાન બાકાત રહી જવા ન પામે અને સર્વેની કામગીરી સુચારૂ રીતે હાથ ધરી શકાય તે માટે તમામ ખેડુતો સહકાર આપવા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

સર્વે ટીમ દ્વારા સર્વે તમામ તાલુકામાં હાથ ધરવામાં આવી રહેલ છે. તેથી સમયમર્યદામાં રહી જે પણ ખેડુતોને નુકશાન થયેલ હોય તે તમામ ખેડુતોએ સર્વે ટીમ પાસે સર્વે કરાવી લેવાનો રહેશે. સર્વે ટીમ દ્વારા સર્વે પુર્ણ થયા બાદ સર્વેનો રીપોર્ટ સરકારમાં થઇ ગયા બાદ કોઇ ખેડૂતોની સર્વે માટે બાકી રહેવા પામેલ હોય તેવી કોઇ પણ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. જેની તમામ ખેડુતોને નોંધ લેવાં જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment