દિયોદર ના વખા સેવા સહકારી મંડળી ના સભ્ય નું દુઃખદ અવસાન થતાં મંડળી દ્વારા ચેક અર્પણ કરાયો

હિન્દ ન્યુઝ, દિયોદર

દિયોદર તાલુકા ના વખા ગામે સેવા સહકારી મંડળી ના સભ્ય તરીકે પરમાર તેજાભાઇ ચેલાભાઇ મંડળી સાથે જોડાયેલા હતા. ટુંક સમય પહેલા સેવા સહકારી મંડળી ના સભ્ય તેજાભાઇ નું દુઃખદ અવસાન થતાં મંડળી ની યોજના પ્રમાણે મંડળી ના ચેરમેન તેમજ મંત્રી દ્વારા અવસાન પામેલ તેજાભાઇ ના પરિવાર ને પચાસ હજાર રૂપિયા નો ચેક અર્પણ કર્યો. આ કાર્યમા જોડાયેલ નવા તેમજ વખા ગ્રામજનો જોડાયા હતા. મંડળી ના મંત્રી દ્વારા તમામમાં ગામજનો નો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ : કલ્પેશ બારોટ, દિયોદર

Related posts

Leave a Comment