કોવિડ- ૧૯ અવસાન પામેલ કલાકારોને આર્થિક સહાય અપાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજયના જે કલાકારોએ નૃત્ય, પપેટ્રી, લોકકલા, ચિત્રકલા, શિલ્પ, સ્થાપત્ય, ગ્રાફિકસ જેવી લલિત કલાઓ પૈકી એક કે વધુ કલાના ક્ષેત્રમાં જેનુ ૧૦ વર્ષનું નોંધપાત્ર યોગદાન આપેલ હોય અને જેમનું મૃત્ય કોરોના- ૧૯ ના કારણે થયુ હોય તેવા કલાકારો કે જેમની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨ લાખની હોય તેમના પરિવારને આ સહાય આપવાનું વિચારણમાં છે. તો આવા કલાકારોએ સાદા કાગળમાં નામ, સરનામું, કોન્ટેકટ નંબર સાથે અરજી કરવાની રહેશે. તેમા કલાકાર તરીકે આધાર પુરવાર, આવકનો દાખલો તેમજ મરણનો દાખલો આપવાનો રહેશે. અરજી તા.૧૬/૦૮/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને રૂબરૂમાં પહોચતી કરવાની રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર દ્વારા જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment