હિન્દ ન્યુઝ, વડગામ
વડગામ તાલુકાના વેપારી હબ ગણાતા છાપી હાઈવે ઉપર જાહેર શૌચાલય ન હોવાથી લોકોને બહું મોટી હાલાકીઓ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સરકારના નિયમો અનુસાર કોઈપણ હોટલ કે કોમ્પલેક્ષ નું નિર્માણ કરવા માટે જાહેર શૌચાલય બનાવવાનું હોય છે ત્યારે જ તેમને બાધકામ ની મંજૂરી તેમજ હોટલ નું લાઈસન્સ મળતું હોય છે ત્યારે છાપી હાઈવે પર આવેલા ડાયમંડ કોમ્પલેક્ષ, તાજ હોટલ તેમજ પટેલ હોટલ પર આવેલ જાહેર શૌચાલય ને બંધ કરી દેવાતા લોકો ને હાલાકીઓ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એદ્રાણા ગામના નિવાસી ખુશાલભાઈ ચોરાસિયા દ્વારા બનાસકાંઠા કલેકટર, પ્રાન્ત ઓફીસર, વડગામ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ છાપી સરપંચ ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમજ તાત્કાલિક ધોરણે લોકો ની સુખાકારી માટે જાહેર શૌચાલય ને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જો આ હોટલ અને કોમ્પલેક્ષ ના માલિકો દ્વારા તાત્કાલિક આ પ્રાથમિક સુવિધાઓ શરૂ કરવામાં આવે નહીં તો તેમના લાઈસન્સ રદ કરવા અરજદારે લેખિત માંગ કરી હતી.
રિપોર્ટર : ખુશાલભાઈ ચોરાસિયા, વડગામ