કોરોના ના કાળમાં નફા ખોરી ડામવા અસરકારક પગલાં ભરવા ડે.કલેક્ટરને આવેદન પત્ર પાઠવતા ઉષાબેન કુસકીયા

હિન્દ ન્યૂઝ,

     રાજ્યમાં ચાલી રહેલ કાળા બજારના કારણે કોરોના પીડિત દર્દીઓનું ખુબ જ મોટા પ્રમાણમાં આર્થિક શોષણ થઇ રહ્યું છે ખુબ જ અમાનવીય અને અન્યાય કરતી પ્રવુતિ રોકવા પોલીસે આ દિશામાં તટસ્થ તપાસ કરી અને આવા કામ કરનારાઓ ઉપર પાસાના કાયદાનો ઉપયોગ કરવામાં આવે તેવી મારી લાગણી સાથેની માંગણી છે. જે બાબતે અમો આજરોજ આવેદન પત્ર પાઠવી રહ્યા છે.
આ તકે વધુમાં જણાવેલ કે કાળાબજારી કરી લોકોની જિંદગી સાથે ખિલવાડ કરવિ એ મોટો ગુન્હો છે પરંતુ આવા કેસમાં અમુક કલમો હેઠળ જામીન મળી જતા હોય છે. જેથી આવા કૃત્યો કરનારાઓ માં કોઈ જ ડર રહ્યો નથી અને ખુલ્લે આમ કાળા બજારી કરી રહેલ છે, માટે આવા અમાનવીય રીતે કાળા બજાર કરનારાઓ સામે પાસાના કાયદા હેઠળ ની કાર્યવાહી કરવામાં આવે એ એટલું જ જરૂરી છે અને તો જ આવી ગેર કાયદેસરની પ્રવુતિ ઉપર રોક લાગશે વાત રહી ઓક્સિજન ની આ મનુષ્ય માટે પ્રાણવાયુ છે. વાતાવરણમાં રહેલ જે ઓક્સીજન દ્વારા દરેક જીવના શ્વાસ ચાલે છે અને તે પણ નિઃશુલ્ક મળી રહેતા આપણે સંવેદનશીલ હોવાનું તો દૂર આપણી ગતિવિધિઓથી તેની ગુણવતાને નષ્ટ કરી ઓક્સીજનના ચિકિત્સીય રૂપે તો કોરોનની બીજી લહેરને કારણે જ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આજે આ એક એવું ઉત્પાદન બની ગયું છે જેને હાંસલ કરવા માટે દર્દી અને હોસ્પિટલ જહેમત કરી રહ્યા છે, કેટલાય મામલે ન્યાયાલયોએ પણ દાખલ કરવી પડી છે જો કે ઓક્સીજન સાથે જોડાયેલી છે. આ વિપદા શંસાધનોના અભાવ કરતા ક્યાંક વધારે તેના અયોગ્ય સંગ્રહ અને તેના ઉપયોગ પ્રત્યે જાગૃતતાના અભાવ થી પેદા થઇ છે. દેશમાં મેડિકલ ઓક્સીજન ના પુરવઠામાં એક મોટો હિસ્સો ખાનગી ક્ષેત્રથી આવે છે તેથી જો સરકાર ખાનગી ક્ષેત્રની ગેસ કંપનીઓની ક્ષમતાનો પૂરતો લાભ લેવા માંગતી હોય તો તેમને આર્થિક પેકેજ કે સહયોગ પ્રદાન કરીને પ્રોત્સાહિત કરી શકાય તેમ છે સ્પષ્ટ છે કે ઓક્સીજનના તાત્કાલિક સંકટનું મહત્વનું કારણ દેશમાં સંસાધનોની અછતથી ક્યાંય વધુ વિપત્તિ સમયે પણ નફા ખોરી ચાલી રહેલ છે. જેને રાજ્યની પશાસનિક અક્રમણયતા છે અને ત્રણસો ચારસો રૂપિયાની પી.પી.ઈ કીટના નામે દર્દીઓ પાસેથી હજારો રૂપિયા વસૂલાય રહ્યા છે. તો ક્યારેય થોડા અંતરે એમ્બ્યુલન્સ સેવાના નામે લાખોનું બિલ વસૂલાય રહેલ છે. રેમડેસીવીર ઈન્જેકશન કિંમત માત્ર 500 થી 1000/- રૂ. જેવી છે જેની કાળાબજારી કરી 25, 30, 40, 50 હજાર જેવી મોટી રકમો વસૂલીને કાળાબજારી કરવામાં આવે છે તેમજ બજારમાં પણ નકલી રેમડેસીવીર ઇન્જેક્શનો બનાવીને પણ મોટી રકમ વસૂલી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોને પણ કોવીડ હોસ્પિટલો બનાવવામાં આવી છે. જેમાં પણ બેડના ચાર્જ પણ ત્રણ ગણા કરી દેવામાં આવેલ છે અને મોટી રકમ આપનારને જ બેડ મળે છે. તેમજ સરકાર પાસે એવી માંગણી છે કે સરકારી હોસ્પિટલોમાં તો ઓક્સીજન મળે છે પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ ઓક્સીજન પૂરો પાડવામાં આવે. તેમજ કોરોના વેકસિન પણ ઓછી માત્રામાં આવે છે તે પુરી માત્રામાં મળે જેથી કોરોના કેશમાં ઘટાડો થાય. વેન્ટિલેટરની સંખ્યા પણ વધાવવામાં આવે છે ઘણી વાર બેડ હોય ઓક્સીજન પણ વેન્ટિલેટરની કમીના કારણે વધારે પ્રમાણમાં લોકો મારી રહ્યા છે. જેથી કોરોનાના કાળમાં જિંદગીના જંગ સાથે માનવતાના મૂલ્યોને કમજોર કરનારા આવા વિઘટનકારી તત્વોથી બચાવવા કડક કાયદાઓ જરૂરી છે.

આ પ્રસંગે ઉષાબેન કુસકીયાની આગેવાની હેઠળ મહિલા અગ્રણીઓ વનીતાબેન આર. ચૌહાણ, પ્રવિણાબેન એ. લશ્કરી, જ્યોતિબેન વી. ગૌસ્વામી, સાજીદાબેન મુસ્તાક જમાદાર, કાજલબેન ડી. લાખાણી, મિતલબેન પંડ્યા, જસ્મીન આરીફ મુરીમાં, શાહ પૂજા જે, કાજલબેન ભજગોતર, જિજ્ઞાસાબેન રાવલ, હર્ષિદાબેન જોશી, છાયા એ, ધનેશા, વેંગડ રીટાબેન, અંજના બિપીનભાઈ પોપટ, વ્યાસ અર્પિતા, ખાતુનબેન ભેંસલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ 

Related posts

Leave a Comment