હિન્દ ન્યૂઝ,
કોરોના મહામારીની ગંભીર અને નકારાત્મક અસર દરેક ક્ષેત્રે ઉપજી છે. એમાં શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત નથી. પરંતુ વાયસર, વાવાઝોડું અને ફૂગની બીમારીના જોખમ વચ્ચે ધંધા રોજગારને પ્રભાવિત થતા વાલીઓને મોટી રાહતરૂપ સરકારે નિર્ણય જારી કર્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય કરતા જાહેરાત કરી છે કે તમામ વિદ્યાર્થીઓની ધોરણ 10ની ફી પરત કરવામાં આવશે. 3.50 લાખ વિદ્યાર્થીઓના વાલીઓને રાહત થશે. આગામી દિવસોમાં 6.47 કરોડ રૂપિયા ફી પેટે પરત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢેક વર્ષના સમયથી ઓફલાઇન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે. વિધાર્થીઓ પર કોરોના સંક્રમણનો ખતરો તોળાતા ફરજિયાતપણે શાળાઓને “તાળા” લગાવવામાં આવ્યા છે. પરંતુ શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ છે. શાળાઓમાં પ્રત્યક્ષપણે શિક્ષણ ન આપતા વાલીઓ દ્વારા સતત ફી માફીની માંગ કરવામાં આવતી હતી. જો કે શાળા સંચાલકો દ્વારા આ મુદ્દે નકારાત્મક અભિગમ દાખવાતા નિર્ણય મુદ્દે સંઘર્ષ ચાલી રહ્યો હતો. પરંતુ હવે સરકારે જાહેરાત કરતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
શિક્ષણ ઓનલાઈન હોય કે ઓફલાઈન ખર્ચો તો થતો જ !!
ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાના ભય વચ્ચારે રાજ્યભરમાં શિક્ષણ કાર્ય “ડિજિટલ” બની ગયું છે. ઓફલાઈન શિક્ષણ સંપૂર્ણપણે બંધ થતાં ઓનલાઈન માધ્યમોનો સહારો ફરજીયાત બની ગયો છે. ત્યારે આ માટે વપરાતાં ઈન્ટરનેટ, મોબાઈલ ફોન વધારાનો ખર્ચો વાલીઓને થયેલો જ. વળી, મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના વાલીઓ ને વધારે ફટકો પડ્યો છે. ત્યારે આ વાલીઓને રાહતરૂપ આપતો સરકારે મહત્વનો નિર્ણય કરી ફી માફીની જાહેરાત કરી છે. જેને વાલી મંડળે આવકાર્યો છે.
અહેવાલ : આશિષ નકુમ, જામખંભાળિયા