મોરથલ ખાતે દવાખાનુ ચલવતા કોરોના વોરિયર્સ નું તાલુકાના તથા ગામ ના આગેવાનો દ્વારા પાઘડી પહેરાવીને સન્માન

હિન્દ ન્યૂઝ, મોરથલ

     કોરોના ના કપરા સમય માં જ્યારે કોરોના સંક્રમણ ખૂબ વધ્યું હતું ત્યારે મોટી હોસ્પીટલોમાં બેડ ખાલી ન હોવાથી પ્રવેશ પણ આપવામાં આવતો નહતો હતો. ત્યારે મોરથલ ગામ તથા આજુબાજુ ગામડાના લોકોને મોત ના મુખ માંથી બચાવવા માટે મોરથલ ગામ માં આવેલા દવાખાના ના ડોક્ટરો દ્વારા પોતાની જીવની પણ પરવા કર્યા વગર મંડપ બાધીને ખાટલા ની અલાયદી વ્યવસ્થા કરી ને લોકોને જરૂરી સારવાર પૂરી પાડી રહ્યાં છે.

સાજા કરવામાં મદદરૂપ થવા બદલ અને લોકોને સ્વાસ્થ્ય ની સેવા ઓ પુરી પાડવા બદલ તેમનું આજે તેમના દવાખાના ખાતે સ્વાગત કરવામાં આવ્યું.

મોરથલ ખાતે દવાખાનુ ચલવતા કોરોના વોરિયર્સ પૂજા ક્લિનિક મોરથલ ડૉ. જેઠાલાલ હાજાજી માળી તથા શુભમ ક્લિનિક મોર્થલ ડો.દિનેશભાઈ શંકરલાલ માળી (માલોત્રા) નું તથા લેબોટરી અને મેડિકલ માં ફરજ બજાવતા મિત્રોનું પણ તાલુકાના તથા ગામ ના આગેવાનો દ્વારા પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું. આજે સન્માન માટે આવેલ મદનલાલ પટેલ (પૂર્વ જિલ્લા ડેલિગેટ), સુરેશભાઈ તથા ધોખાભાઈ તથા મોરથલ સરપંચ વેનાજી,દુધ ડેરીના મંત્રી પ્રવિણભાઈ ગેનાજી ઠાકોર તથા ગામના તથા બહાર ગામ થી આવેલ આગેવાનો દ્વારા કોરોના વેરિયસ ડોકટરઓને પાઘડી પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

રિપોર્ટર : વિક્રમ પ્રજાપતિ, થરાદ 

Related posts

Leave a Comment