દિયોદરમાં શરદી, ખાંસી અને તાવ ના દર્દી ના દવાખાના ઉભરાયા

હિન્દ ન્યૂઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોના સાથે સાથે વાયરલ ફ્લૂએ માથું ઉચક્યું છે. ત્યારે દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ઘરે ઘરે શરદી, ખાંસી અને તાવ ના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને મિશ્ર ઋતુમાં રાત્રી ના સમયે સવારે ઠંડી અને બપોરના સમયે ગરમી પડવાનાં કારણે સમગ્ર દિયોદર પંથકમાં શરદી, તાવ અને કળતરા માથું દુઃખવાના કેસો સતત વધી રહ્યા છે

ત્યારે દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શરદી, તાવ, ખાંસી અને કળતરા ના રોગો માં વધારો થયો છે. જેથી દવા કરાવવા પરિવાર જનો દર્દીઓને પ્રાઈવેટ દવાખાનામાં લઈ જવા મજબુર બનાયા છે. પણ પ્રાઇવેટ દવાખાનાની અંદર ગરીબ અને ભોળી પ્રજાને ડોક્ટરો દવા ના વધુ પૈસા લઈ પોતાના ખિસ્સા ભરતા હોય તેવી લોક મુખે ચર્ચા થઈ રહી છે. અને પ્રાઈવેટ દવાખાને જગ્યા ના અભાવે દર્દીઓને ખુલ્લી જગ્યામાં ખાટલા પર બાટલા ચડાવવામાં આવે છે. તેમજ દિયોદર ની શહેર માં પણ ગણ ગાંઠી લેબોરેટરીઓ હોવાના કારણે આડેધડ રિપોર્ટ બનાવી દેવામાં આવતા હોય છે અને ગ્રામીણ વિસ્તાર ની ભોળી પ્રજા ને મશ મોટા બિલો બનાવી લૂંટી રહ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે . તેમજ ડ્રેકબલેબોરેટરીઓમાં અલગ અલગ રિપોર્ટ કરવામાં આવે તો રિપોર્ટ અલગ અલગ આવે છે

અને સાચા રિપોર્ટ પણ આવતા નથી તેવું લોકોનું કહેવું છે તો આ મહામારીમાં ગરીબ અને ભોળી પ્રજાનું શું ? લોકોને એકબાજુ ઓક્સિજન નથી મળી રહ્યો અને ઇંજેક્શન ની કમી ને કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે. જો હવે સરકાર પૂરતો ઓક્સિજન અને મેડિસિન મળી રહે તેવી વેવસ્થા કરે તેવી લોક માંગ વધી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment