દાવોલ (બોરસદ) ‘ધરતી પાર્ટી પ્લોટ’ ખાતે “સ્પર્શફાઉન્ડેશન” ની એક બેઠક મુખ્ય મિટિંગ યોજાઇ

હિન્દ ન્યૂઝ, આણંદ

     સ્પર્શ ફાઉન્ડેશન ની બેઠક યોજાઇ જેમાં દાવોલ, દહેવાણ, દહેમી, ભુમેલ, નડિયાદ, કિંખલોડ, નાની શેરડી, આસોદર, બામણગામ, નાવલી, ચકલાસી વગેરે ગામ/શહેર માંથી મિત્રો પધાર્યા હતા. જેમાં સ્પર્શ ફાઉન્ડેશન ની સેવાકીય પ્રૃવૃત્તિઓ સર્વ સમાજ ના આર્થિક પરિસ્થિતિ ખરાબ હોઈ તેવા અભ્યાસ અર્થે મદદ, ગરીબ વિધવા તથા દિવ્યાંગ પરિવારો ને કરિયાણા કીટ વિતરણ અને અબોલ પશુ પક્ષીઓ માટે પંખી ઘર, કુંડા વિતરણ તથા ચણ પાણી ની વ્યવસ્થા તથા અન્ય મદદ હેતુ થી મિટિંગ યોજાઈ.

“કામ નહીં કર્તવ્ય” સમજી આ સેવા કરવા નો જે મોકો મળે છે. એનો આનંદ અનેરો જ હોય છે આ વાક્ય ને ચરિતાર્થ કરવા સ્પર્શ ફાઉન્ડેશન પરિવાર ની બધી ટીમ કાર્યરત રહેશે અને સામાજિક ક્ષેત્રે, સૈક્ષનિક ક્ષેત્રે, સેવાકીય ક્ષેત્રે મદદરૂપ થવા કટિબદ્ધ રહેશે તેમજ રાષ્ટ્ર ધર્મ સર્વોપરી ની ભાવના પ્રગટ થાય તેવા કર્યો કરશે.

“ન મૂળ જોયું ના કુળ દરેક માનવી રહે સદા પ્રતિકૂળ” ની ભાવના ને સાર્થક કરવા સર્વ જાતિ, સર્વ જ્ઞાતિ, સર્વ ધર્મ નાં ભાઈઓ ઉપસ્થિતિ રહી કાર્યક્રમ ને દીપાવ્યો હતો.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment