હિન્દ ન્યૂઝ, નડિયાદ
સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ covid 19 ફેલાયેલ છે. જેને વૈશ્વિક મહામારી નામે જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વખતોવખત નોવેલ કોરોના વાયરસ covid-19નો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જાહેરનામાથી રાજ્યમાં “ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦” લાગુ કરવામાં આવેલ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના તારીખ-૨૫/૦૩/૨૦ના પત્ર દ્વારા આ નોવેલ કોરોના વાયરસ covid-19ની મહામારી વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા તથા સંક્રમણને નિયંત્રણમાં લેવા હેતુ જિલ્લા કક્ષાએ આયોજન સંકલન તથા નિયંત્રણમાં લેવા જાહેર હિતમાં લેવાના તમામ પગલાં લેવા જિલ્લા મેજિસ્ટ્રેટને જરૂરી સત્તાઓ સોંપવામાં આવેલ છે. સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં નોવેલ કોરોના વાયરસના કેસો તપાસ દરમિયાન બહાર આવી રહ્યા છે. તેવા કેસોને લીધે આ વાયરસ બીજા વિસ્તારો અને અન્ય વ્યક્તિઓ સુધી પ્રસરે નહી અને તેની અસરો નિયંત્રિત કરવા માટે તકેદારીના પગલા લેવા જરૂરી જણાય છે.
ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નોવેલ કોરોના વાયરસના કેસ મળી આવેલ છે. જેથી આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં લેતા લોકોની સુરક્ષા જોખમાય નહિ તે હેતુથી તકેદારીના પગલારૂપે સદરહુ વિસ્તારોમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાય છે. રમેશ મેરજા, આઇ.એ.એસ., નિવાસી જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા-નડિયાદ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ તથા એપેડેમીક ડિસીઝ covid-19 રેગ્યુલેશન 2020 તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના તા.૨૫/૩/૨૦૨૦ થી તેઓને મળેલ સત્તાની રૂએ ફરમાવેલ છે કે, નીચે જણાવેલ વિસ્તારને containment area તરીકે જાહેર કરવામાં આવેલ છે. (૧) નડિયાદ શહેરના દેસાઇ વગો, ચોરા નજીક નો વિસ્તાર, અનમોલ એપાર્ટમેન્ટ, એનકેએન રોડ વિસ્તાર, તીર્થ ભુમિ સોસાયટી, ડી સ્કેવર ફલેટ, કિશન સમોસાનો ખાંચો વિસ્તાર, શેઠ પોળ, મોદિ સાંથ વિસ્તાર, સમડી ચકલા, આશાપુરી મંદિરનો વિસ્તાર, લક્ષ્મણદેવ પાર્ક, એનકેએન રોડ વિસ્તાર, પિતુછાયા, શીવનગર સોસાયટી, પેટલાદ રોડ વિસ્તાર, સોહંગરામ સોસાયટી, જૂના ડુમરાલ રોડ વિસ્તાર, યશ એસપાર્ટમેન્ટ, વાણીયાવડ વિસ્તાર, મારૂતિનંદન, કોલેજ રોડ વિસ્તાર, લક્ષ્મીકુંજ સોસાયટી, કોલેજ રોડ, વાણીયાવાડ વિસ્તાર, દેસાઇ વગો, નાના પોળ વિસ્તાર, પદમાવતી સોસાયટી, વિકેવી રોડ વિસ્તાર, આશીષ સોસાયટી, પવનચકકી રોડ વિસ્તાર, નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામના ભાથીજી મંદિર પાસેનો વિસ્તાર, નડિયાદ તાલુકાના ફતેપુર ગામના સંતોષપાર્ક પાસેનો વિસ્તાર, નડિયાદ શહેરના સાર્થક પાર્ક પટેલ બેકરી વિસ્તાર, નડિયાદ શહેરના જલદર્શન એપાર્ટમેન્ટ, માઇમંદિર વિસ્તાર, નડિયાદ શહેરના શીવકૃપા સોસાયટી, પટેલ બેકરી વિસ્તાર, કઠલાલ તાલુકાન ખડાલ ગામના મથુર પુરા વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરેલ છે.
ઉપરોક્ત વિસ્તારમાં તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલિવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. ઉક્ત વિસ્તાર માટે નીચે મુજબની અમલવારી કરવાની રહેશે. આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે, આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે, આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધી ફરજો) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવન ની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે. આ હુકમની અમલવારી અત્રેથી બીજી સૂચના ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે આ સમય દરમિયાન રાજ્ય સરકાર /કેન્દ્ર સરકારને સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.
અપવાદરૂપે-આ હુકમ સરકારી ફરજ કામગીરી ઉપરના હોમગાર્ડ/પોલીસ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી/ખાનગી દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેવા તથા સક્ષમ અધિકારી એ મંજૂરી આપેલ હોય તેવી વ્યક્તિ/સેવાઓને આ હુકમ લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ ભારતીય ફોજદારી અઘિનીયમ -૧૯૭૩(સન,૧૮૬૦નો અઘિનીયમ -૪૫)ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરિયાદ માનવા માટે અધિકૃત કરવામાં આવે છે.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ