ભારત સરકાર તરફથી ૨૪.૦૦૦ કોવિડ-૧૯ રેપિડ ટેસ્ટિંગ કીટનો જથ્થો ગુજરાત પહોંચ્યો

 

ભારત સરકાર તરફથી ગુજરાતને ૨૪.૦૦૦ કોવિડ-૧૯ રેપિડ ટેસ્ટિંગ કીટનો પ્રથમ જથ્થો આજે મળી ચૂક્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન, હાઈ-રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્ક્રીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. રેપિડ ટેસ્ટીંગ કીટનો અન્ય જથ્થો ગુજરાત સરકારને આગામી ૨-૩ દિવસમાં પ્રાપ્ત થશે. આ રેપિડ ટેસ્ટીંગ કીટ દ્વારા પરિક્ષણમાં જે દર્દીઓ કોરોના પોઝિટીવ જણાય તેમનું ફરીવાર રેગ્યુલર R.T.P.C.R. ટેસ્ટ દ્વારા પણ પરિક્ષણ કરવામાં આવશે. આ કીટને કારણે ખૂબ ઝડપથી મોટી સંખ્યામાં કોરોના સંભવિત લોકોનું પરિક્ષણ કરી શકાશે.

જે આ મહામારી પર ઝડપથી નિયંત્રણ મેળવવામાં અત્યંત ઉપયોગી બની રહેશે.

રિપોર્ટર. દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment